વડોદરાની ખુશ્બુને 25 દિવસમાં જ અમેરિકાથી પાછા આવવું પડ્યું....
લુણા ગામની ખુશ્બુ પતિ પાસે રહેવા ગઇ હતી પણ અમેરિકાએ સ્વદેશ પરત મોકલી દીધી

લુણા ગામની ખુશ્બુ પતિ પાસે રહેવા ગઇ હતી પણ અમેરિકાએ સ્વદેશ પરત મોકલી દીધી

લુણા ગામની ખુશ્બુ પતિ પાસે રહેવા ગઇ હતી પણ અમેરિકાએ સ્વદેશ પરત મોકલી દીધી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને લઇને ખાસ વિમાન અમૃતસર પહોંચ્યું છે. જે ભારતીયોને દેશમાં પરત મોકલવામાં આવ્યા છે તેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના 33 લોકોનો સમાવેશ થાય છે . વડોદરાના પાદરા ગામ પાસેના લુણાની પણ એક યુવતી છે જે માત્ર 25 દિવસ પહેલાં જ અમેરિકા ગઇ હતી અને તેને પણ સ્વદેશ પરત ફરવું પડ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી કાર્યવાહી કરીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અન્ય દેશોના લોકોને તેમના દેશમાં પરત મોકલવાનું શરુ કર્યું છે અને તેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા આ ભારતીયો પૈકી 104 ભારતીયોને લઇને ખસા વિમાન આજે અમૃતસર ખાતે આવી પહોંચ્યું છે જ્યાં તમામની ચકાસણી કરાયા બાદ તેમના તેમના ગામમાં પરત મોકલાશે.
આ ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને તેમાં પણ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલનો સમાવેશ થાય છે. ખુશ્બુના કાકા પ્રવિણ પટેલે જણાવ્યું કે ખુશ્બુ માત્ર 25 દિવસ પહેલાં જ અમેરિકા ગઇ છે.પણ માત્ર 25 દિવસમાં જ તેને પાછી ભારત મોકલી દેવાઇ છે. તેમણે કહ્યું કે 1 વર્ષ પહેલા ખુશ્બુના લગ્ન થયા હતા અને તે પોતાના અમેરિકામાં રહેતા પતિ પાસે રહેવા ગઇ હતી. તેમણે રોષ પ્રગટ કર્યો કે જો અમેરિકા હકાલપટ્ટી કરતું હોય તો ભારત સરકારે પણ આકરા પગલાં લેવા જોઈએ.
ઉલ્લેખનિય છે કે જે ગુજરાતીઓ ડીપોર્ટ કરાયા છે તેમાં 12 પાટીદાર છે. 37 લોકોના લીસ્ટમાં 19 મહિલાઓ અને યુવતીઓ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ