HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન, કહ્યું સરકાર સતર્ક
તેમણે કહ્યું કે HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે તથા લક્ષણો પ્રમાણે આની સારવાર થશે

HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન, કહ્યું સરકાર સતર્ક

HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન, કહ્યું સરકાર સતર્ક
ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.બીજી તરફ વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી રુષીકેશ પટેલે કહ્યું કે અત્યારે મને આ મામલાની જાણ નથી પણ HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે અને લક્ષણો પ્રમાણે આની સારવાર થશે તથા આની ટેસ્ટ કીટની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે
HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન આવ્યું છે. આરોગ્ય મંત્રી રુષીકેશ પટેલે વડોદરામાં કહ્યું હતું કે અમદાવાદમાં બાળકીનો HMVP કેસ પોઝીટીવ આવ્યો છે પણ મને આ મામલાની અત્યારે જાણ નથી.તેમણે કહ્યું કે કોરોના વાયરસના પ્રોટોકોલ મુજબ જ આ વાયરસની પણ સારવાર થશે.
તેમણે કહ્યું કે HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે તથા લક્ષણો પ્રમાણે આની સારવાર થશે. આની ટેસ્ટ કીટની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે.
તેમણે એમ પણ કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી જરૂર પડ્યે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઇડલાઈન નક્કી કરાશે
સમગ્ર દુનિયામાં જે રીતે કોવીડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો હતો અને HMVP વાયરસ પણ વધુ નુકશાન ન કરે તેની સરકારની તૈયારી છે તેમ તેમણે કહ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.