રાજકોટમાં પ્રેમસંબંધના મામલે યુવકની હત્યા
પોલીસે હત્યારાઓને ઝડપી લીધા

રાજકોટમાં પ્રેમસંબંધના મામલે યુવકની હત્યા

રાજકોટમાં પ્રેમસંબંધના મામલે યુવકની હત્યા
રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના થોરાળા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે બે શખ્સોએ યુવકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પોલીસે હત્યાના કેસમાં બે ભાઇની ધરપકડ કરી છે.
મોરબી તાલુકાના થોરાળા ગામમાં અમૂલ સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરાઇ હતી . આજી ડેમ ફૂટપાથ પર રહેતા મુકેશ અરજણ ગુજરાતી નામના યુવકની હત્યા કરીને અજાણ્યા શખ્સ ફરાર થઇ ગયા હતા જેથી પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા તપાસ કરાતા બહાર આવ્યું કે યુવકની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા બનાવ પછી એક રિક્ષા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે વધુ તપાસ આદરી હતી.
દરમિયાન આ યુવક મજૂરી કામ કરતો હોવાનું અને તે પત્ની અને 2 બાળકો સાથે રહેતો હોવાનું બહાર આવ્યું હતું તથા તેની પત્ની કોઇ રિક્ષા ચાલક સાગર સાથે પ્રેમસબંધ ધરાવતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને યુવકની પત્નીને આ બાબતે બોલાચાલી થતાં સાગર મકવાણા અને સંજય સોલંકીએ મૃતક મુકેશની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપી સાગર મકવાણા અને સંજય સોલંકીને ગોંડલ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ