તેરા તુજકો અર્પણ
ગુજરાત પોલીસે 180 કરોડનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

તેરા તુજકો અર્પણ

તેરા તુજકો અર્પણ
નાગરિકોની સલામતી અને સુવિધાને લઈ ગુજરાત પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમની નવતર પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે રૂપિયા 180.37 કરોડથી વધુનો ચોરી થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે. એટલુ જ નહિ, મંદિર ચોરીના 65 કેસનો ભેદ ઉકેલી 130 આરોપીને પકડી રૂપિયા 1.57 કરોડનો મુદ્દામાલ પરત આપ્યો છે.
ચોરી, લૂંટ સહિતના ગુનાઓમાં રિકવર કરેલા કે કબજે કરેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત આપવા ગુજરાત પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે જાહેર કાર્યક્રમ યોજીને મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં બે વર્ષમાં કુલ 2802 ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમો યોજાયા છે. જેમાં રૂપિયા 180.37 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર ચોરીના ગુનાઓમાં 65 કેસનો ભેદ ઉકેલી 130 આરોપીને પકડી રૂપિયા 1.57 કરોડનો મુદ્દામાલ પરત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ