બેસણું યોજીને માગવું પડે છે ભણતર! આ તે કેવું ગુજરાત ?
પ્રાથમિક શાળાની બીજી પુણ્યતિથિએ ગ્રામજનોની અનોખી માગ

બેસણું યોજી શાળાની માગ

બેસણું યોજી શાળાની માગ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધામણકા ગામે આજે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાની બીજી પુણ્યતિથિએ બેસણું યોજી સરકાર પાસે વહેલી તકે જમીનદોસ્ત કરેલી શાળાને ફરી નિર્માણ કરવાની માંગ કરી હતી.જેમાં ખુલ્લા મેદાન અને મંદિરમાં બે વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને મુખ્યમંત્રીને ઉદેશી વહેલી તકે શાળા નિર્માણ અંગેની માંગણી કરી હતી.
રાજ્યસરકાર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.પરંતુ રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં હજુ શાળાની સુવિધા નથી અથવા તો જર્જરિત શાળા જમીનદોસ્ત કર્યા બાદ તેનું ફરી નિર્માણ ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાન કે મંદિર જેવી જગ્યામાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.આવી જ એક ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધામણકા ગામની શાળા કે જે જર્જરિત હોય જેને બે વર્ષ પૂર્વે જમીનદોસ્ત કર્યા બાદ હજુ સુધી નવી નથી બનાવવામાં આવી.600 લોકોની વસ્તી ધરાવતા ધામણકા ગામમાં ધોરણ 1 થી 8 માં 50 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.પરંતુ શાળાના અભાવે ખુલ્લા મેદાન અને મંદિર પટાંગણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
ચોમાસા જેવી ઋતુમાં મંદિરના એક ઓરડામાં એકીસાથે ધો 1 થી 8 ના વિદ્યાર્થીઓ ભણવા મજબુર બને છે.જેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અને ભવિષ્ય બંને બગડતું હોય ગ્રામજનો દ્વારા આ મામલે ધારાસભ્ય સહિતના લોકોને અવારનવાર રજુઆત બાદ પણ આજદિન સુધી શાળા નિર્માણની કામગીરી હાથ ધરવામાં ના આવતા આજે શાળાની બીજી પુણ્યતિથિ એ ગ્રામજનોએ શાળાની જમીન પર બેસણું યોજી સરકાર અને શિક્ષણતંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.આ બેસણા માં ગ્રામજનો ઉપરાંત શાળાના બાળકો પણ જોડાયા હતા અને કહ્યું કે પ્રભુ આવું દુઃખ કોઈ ગામને ન આપે કે જ્યાં ના બાળકો કે જે ભારતનું ભવિષ્ય છે.જેનું ભવિષ્ય તંત્રની આળસના કારણે ધૂંધળું બની રહ્યું છે જેથી મુખ્યમંત્રીને ઉદેશી ને ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વહેલી તકે ધામણકા ગામમાં શાળા નિર્માણ કાર્ય હાથ ધરવા માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ