World Heritage Day 2025: ગુજરાતે સાચવ્યા છે અનેક ઐતિહાસિક સંભારણા
UNESCO દ્વારા ગુજરાતમાં 6 સાઈટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે

ઐતિહાસિક વારસો જે આજે પણ સચવાયેલો છે

ઐતિહાસિક વારસો જે આજે પણ સચવાયેલો છે
આજે 18મી એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે. આજે ગ્લોબલાઈઝેશનના યુગમાં જ્યારે આખું વિશ્વ એક રંગે રંગાઇ રહ્યું છે, તેમ છતાં ગુજરાત હજુ પણ અનેક ઐતિહાસિક વારસા સાચવીને બેઠું છે. UNESCO દ્વારા ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા, લોથલ અને ઘુડખર અભ્યારમ્ય એમ 6 સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમદાવાદ હેરિટેજ સિટી
યુનેસ્કોએ વર્ષ ૨૦૧૭માં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો. અમદાવાદમાં છેલ્લાં ૬૦૦થી વધુ વર્ષોનાં ઘણાં ઐતિહાસિક સ્થાપત્યો કોટ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. વળી તેની સાથે શહેરમાં હિંદુ, જૈન, મુસ્લિમ અને અન્ય ધર્મોનાં સ્થાનકોનો વૈભવભર્યો વારસો પણ છે. અમદાવાદના એ હેરિટેજ દરવાજાથી લઇને, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સીદી સૈયદના જાળી, કવિ દલપત રામ ચોક કે અમદાવાદની એ સાંકળી પોળોમાં આજે પણ એ વારસો જીંવત છે જેને કારણે અમદાવાદને એક ઓળખાણ અપાવી છે.
ચાંપાનેર-પાવાગઢ
ચાંપાનેર-પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક-ઐતિહાસિક શહેર છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૦૪માં ગુજરાતના સૌ પ્રથમ ‘વિશ્વ વિરાસત સ્થળ’નો દરજ્જો એનાયત થયો છે. ગુજરાતમાં આવેલાં શક્તિપીઠો પૈકી અહી આવેલું કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે. તેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપાનેર નામ તેના સેનાપતિ ચાંપરાજ ઉપરથી આવ્યું છે. પાવાગઢની ટેકરીઓ ઉપર અને નીચે વસેલા ચાંપાનેર -શહેરમાં સુલતાનયુગ સુધીનાં સ્થાપત્યો આર્કિયોજિકલ પાર્કની જેમ જોવા મળે છે. પાવાગઢની ટેકરી ઉપર આઠ દરવાજા જોવા મળે છે.
રાણકીવાવ
આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે.
ધોળાવીરા
ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિર બેટમાં આવેલું ગામ છે. સ્થાનિક લોકો તેને 'કોટડો' કે 'કોટડા ટીંબો' કહે છે. આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે . ૧૯૬૭-૬૮ના સમયમાં ભારતીય પુરાતત્વવિદ્ જગતપતિ જોષી દ્વારા આપણને આ વિરાસતની માહિતી મળી હતી. યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ ૨૦૨૧માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે.
લોથલ
લોથલ બંદર ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે, તેના ઇતિહાસમાં કેટલીય રસપ્રદ ઘટનાઓ છૂપાયેલી પડી છે. જેનાથી ઘણા લોકો બિલકુલ વાકેફ નથી. જો તમને એમ કહેવામાં આવે કે વિશ્વનું પ્રથમ સમુદ્રી બંદર ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું તો તમને નવાઇ લાગશે. પરંતુ હા, એ વાત તદન સાચી છે. ઇતિહાસકારોના મતે વિશ્વનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયાકિનારે લોથલ ખાતે બાંધવામાં આવ્યું હતું. ઇ.સ. પૂર્વે 1800 થી 2000ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે.
ઘુડખર અભ્યારણ્ય
આ અભયારણ્ય ૪૯૫૪ ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનું નામ જંગલી ગધેડો નામની એક દુર્લભ પ્રજાતિના પ્રાણી પરથી રાખવામાં આવ્યું છે. તે ૩૨ અન્ય પ્રજાતિઓના પ્રાણીઓનું ઘર પણ છે, જેમાં ભારતીય વરુ, શિયાળ, કારાકલ, કાળિયાર વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, અહીં ૩૫૦ પ્રજાતિના પક્ષીઓ રહે છે. વધુમાં, તમને અહીં છૂટાછવાયા વનસ્પતિઓ મળી શકે છે, જેમાં મુખ્યત્વે ઝેરોફાઇટિક પ્રજાતિઓ શામેલ છે. ૨૦૦૬ થી તેનું નામ એક અસ્થાયી નામ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.