VADODARA : પીડિત માતાની વેદના..જો અમારો એજન્ડા હોત તો....
અમે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલ જાળવીને જ રજૂઆતો કરી રહ્યા છે. અમને કોઇએ રિસ્પોન્સ ના આપ્યો

અમે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલ જાળવીને જ રજૂઆતો કરી રહ્યા છે. અમને કોઇએ રિસ્પોન્સ ના આપ્યો

અમે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલ જાળવીને જ રજૂઆતો કરી રહ્યા છે. અમને કોઇએ રિસ્પોન્સ ના આપ્યો
શુક્રવારે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોજાયેલા કાર્યક્રમમાં ઉભા થઇને રજૂઆતો કરનારી હરણી બોટ કાંડની પીડિત મહિલાઓ તથા 12 બાળકોની માતાઓએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલાક સ્ફોટક ખુલાસા કર્યા હતા. મહિલાઓ અને પીડિત વાલીઓએ જણાવ્યું હતું કે નીચે અધિકારીઓ અને નેતાઓ અમારું સાંભળતા નથી તેથી મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત પહોંચાડવા માટે અમે ચાલુ કાર્યક્રમમાં ઉભા થઇને રજૂઆતો કરી હતી. અમારો કોઇ એજન્ડા ન હતો. અમે માત્ર અમને ન્યાય મળે તે માટે રજૂઆત કરવા ગયા હતા. જો અમારો એજન્ડા હોત તો અમે 14 મહિલાઓએ કાર્યક્રમમાં પહોંચીને હોબાળો મચાવ્યો હોત.
શુક્રવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1156 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ શરુ કરે તે પહેલાં જ હરણી બોટ કાંડની 2 પીડિત મહિલાઓએ ઉભા થઇન દોઢ વર્ષથી અમને ન્યાય મળ્યો નથી તેવી રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તમે એજન્ડા લઇને આવ્યા છો તમે બેસી જાવ તેમ કહી કાર્યક્રમ પછી મળજો તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ બંને મહિલાઓ અને તેમના પતિને પોલીસ લઇ ગિ હતી. ક્રાઇમ બ્રાન્ચમાં તેમને 4 કાક સુધી બેસાડીને પૂછપરછ કરાયા બાદ તેમને છોડી દેવાયા હતા.
આજે હરણી બોટ કાંડની પીડિત મહિલાઓ અને તેમના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે અમને ખબર હતી કે મુખ્યમંત્રી આવવાના હતા તે જાહેર જ હતું. સમાચારોમાં પણ કહેવાયું હતું કે જાહેર આમંત્રણ છે જેથી અમે ગયા હતા. અમે કોઇના ઇશારે ગયા ન હતા અને બાળકોના ન્યાય મળે તે માટે ગયા હતા. તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસોની જરુર છે. બાળકો સાથે મકાનોની પણ જરુરી છે. 10 વર્ષથી મકાનો પડી રહ્યા છે. કરોડોના કામનો દેખાડો કરે છે તો આવાસ માટે બોલી તો એમા શું થઇ ગયું. ત્યાં હજારોની લોકો ભીડ હતી..અમારી રજૂઆત કરી ત્યારે બધાએ તાળીઓ વગાડી હતી. પીડિત મહિલાએ કહ્યું કે અમારો એજન્ડા એ હતો કે હું ગુનેગાર નથી. એજન્ડા નહીં રજૂઆત કરવા ગયા હતા. તો પોલીસે મારુ મોંઢુ બંધ કરી દીધું.
મહિલાએ કહ્યું કે મુખ્યમંત્રીએ અમને કહ્યું કે તમારે આ રીતે ના બોલાય તો અમે કહ્યું કે અમે અગાઉ તમને મળવા અને રજૂઆત કરવા આવ્યા તો સર્કીટ હાઉસમાંથી અમને કાઢી મુકાયા હતા. એ દિવસે અમને 10 મિનીટ માટે રજૂઆત કરવા દીધી હોત તો આવુ કાલે ના થા..પોલીસવાળા મારા પર કોનું પ્રેશર છે તેનું નામ જાણવા માગતા હતા. પોલીસવાળા ગુનેગારોને છાવરે છે અને બાળકો માટે જે લડી રહ્યું છે તે વ્યક્તિને બદનામ કરે છે.
મહિલાઓએ કહ્યું કે મુખ્યમંત્રી 17 મહિના થયા છે તંત્રના ભ્રષ્ટાચારના કારણે બાળકોના જીવ લેવાયા છે. માસુમોને ન્યાય કેમ ના મળ્યો તેવી રજૂઆત કરી તો સ્ટેજ પરથી જ અમને જવાબ કેમ ના આપ્યો. અમને ન્યાય ક્યારે મળશે તે ભગવાન ભરોસે છે. મુખ્યમંત્રીના જવાબથી અમને સંતોષ નથી. હું દિલ્હી સુધી પગપાળા જઇશ. અમારા પ્રશ્નોના જવાબ સીએમ સુધી પહોંચે છે કે કેમ તેમની અમને શંકા એટલે અમે જાહેરમાં તેમની સમક્ષ રજૂઆત કરી. સરકાર તરફથી ન્યાય મળશે તેવો વિશ્વાસ તો છે.
સંધ્યા બેને કહ્યું કે જાહેરમાં અમને કોઇ સીએમએ અમને જવાબ ના આપ્યો. અમારો જો એજન્ડા હોય તો 14 જણા સાથે જઇને હોબાળો કર્યો હોત.. અમે તો તેમને બાળકો માટે સીધી રજૂઆત કરવા ગયા હતા. મુખ્યમંત્રી ન્યાય માટે હેલ્પ કરશે તેવી આશા હતી. અમે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલ જાળવીને જ રજૂઆતો કરી રહ્યા છે. અમને કોઇએ રિસ્પોન્સ ના આપ્યો એટલે અમે આ રીતે રજૂઆત કરી. અમે તો પીડિત છીએ . નીચેના અધિકારીઓની જેમ તેમણે પણ અમારી આશાની હત્યા કરી. હજું સુધી સ્કૂલ પર એક્શન કેમ ના લીધા. પોલીસવાળા આશિષ ભાઇ પર ઢોળી રહ્યા છે. અમે તો 16 મહિનાથી સાથે છીએ અમે 16 મહિનાથી વાત કરીએ છીએ તો તમે આગલા દિવસનું કેમ ચેક કરો છો. ભાજપના કાર્યકરો વંદેમાતરમ બોલે છે પણ માસુમોના જીવ ગયા છે તેમાં તમને નારો લગાવાનો કોઇ હક નથી. ભ્રષ્ટાચારીઓના લીધે અમારા બાળકોનો ભોગ લેવાયો છે. માતાને પ્રોટોકોલ નહીં પણ પોતાનું બાળક દેખાય છે.
આ પણ વાંચો---- VADODARA : મુખ્યમંત્રી સામે 2 મહિલાની રજૂઆત, સીએમએ કહ્યું તમે કોઇ એજન્ડાથી આવ્યા છો
આ પણ વાંચો--- SURAT : શિક્ષીકાનો દાવો, પોતાના ગર્ભમાં રહેલું બાળક તેના સગીર પ્રેમીનું..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.