અમદાવાદ: નોબલનગરમાં મહિલાની સળગેલી લાશ મળી
પુરાવાનો નાશ કરવા કચરા સાથે મહિલાને સળગાવી? એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે

નોબલનગરમાં મહિલાની સળગેલી લાશ મળી

નોબલનગરમાં મહિલાની સળગેલી લાશ મળી
અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે આજે 17 માર્ચે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ફૂટપાથ પર આવેલી જાળીઓ અને કચરાના ઢગલા વચ્ચેથી એક અજાણી મહિલાનો અત્યંત ખરાબ રીતે બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ નિર્મમ હત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે.
બાળકો લઘુશંકા કરવા ગયા ને લાશ જોઈ
ઘટનાની વિગત મુજબ, નોબલનગર ચાર રસ્તાની સામે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક બાળકો સવારે લઘુશંકા કરવા માટે ફૂટપાથની જાળીઓ પાસે ગયા હતા. આ દરમિયાન તેમની નજર કચરામાં પડેલા સળગેલા મૃતદેહ પર પડી હતી. ગભરાયેલા બાળકોએ તાત્કાલિક ત્યાં હાજર ટ્રાફિક પોલીસના TRB જવાનને જાણ કરી હતી, જેણે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ આપ્યો હતો.
ઘટનાની જાણ થતા જ એરપોર્ટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહ એટલી હદે સળગેલી હાલતમાં છે કે મહિલાની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસને આશંકા છે કે કોઈ અન્ય સ્થળે મહિલાની હત્યા કર્યા બાદ, પુરાવાનો નાશ કરવા માટે તેને મોડી રાત્રે અહીં લાવી કચરાની આડમાં સળગાવી દેવામાં આવી હોઈ શકે છે.
FSLની મદદ લેવાઈ
એરપોર્ટ પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને બોલાવી છે. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની સાથે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે જેથી રાત્રિ દરમિયાન અહીં કોની શંકાસ્પદ અવરજવર હતી તેની માહિતી મળી શકે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.