કારખાનેદારો કેમ ઉદ્યોગો બંધ કરવા બન્યા મજબૂર
અંકલેશ્વર GIDC માં મજુરોની અછત વચ્ચે વેતનમાં થયો 246 ગણો વધારો, કેમ આવ્યો અચાનક વેતન વધારો

કેમ બંધ થઈ રહ્યા છે ઉદ્યોગો

કેમ બંધ થઈ રહ્યા છે ઉદ્યોગો
અંકલેશ્વર GIDC હાલ અલગ જ પ્રકારની મંદિનો શામનો કરી રહી છે, હાલ GIDC માં મજૂરોની અછતના કારણે મજૂરો મનફાવે તે મજૂરી માંગીને પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાની વાપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. હાલ પરપ્રાંતિઓ મજૂરો પોતાને વતન ગયા હોવાના કારણે રોજમદારીનો ભાવ 650 થી વધીને 1600 સધી પહોચ્યો છે જેની સિધી અસર માલની વેચાણ કિંમત પર પડી રહી છે.
અંકલેશ્વર GIDC અને તેની આસપાસની વિસ્તારોમાં ઉદ્યોગ સંચાલકો અલગ જ પ્રકારની મંદીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર GIDC માં કૂલ નાના - મોટા મળીને આશરે 3 હજાર થી 3200 જેટલા ઉદ્યોગ એકમો આવેલા છે. જેમાં મોટા ભાગે ડાયઝ, કેમિકલ અન પિગમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગોમાં સિવિલ, મીકેનિકલ, લોડિંગ - અનલોડિંગ, હાઉસ કીપિંગ, હેલ્પર અને ગાર્ડનિંગ જેવી વિવિધ કામગીરી માટે એક લાખથી વધારે કામદારોની જરુર પડતી હોય છે. આ કામદારો મોટે ભાગે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાથી અહી કામકરવા આવતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતા મોટાભાગના કામો શરુ થઇ ગયા હોવાના કારણે હાલ અંકલેશ્વરમાં કામ કરતા પરપ્રાંતિય મજુરોએ વતનની વાટ પકડી છે. જેને પરિણામેં ઉદ્યોગો વચ્ચે કમદારોની ખેંચતાણ વઘી છે.
તો બીજી તરફ કામદારોની વધતી માંગને કારણે હવે કામદારો પણ આ સમજી ચુક્યા છે. જેથી તેઓ હવે કામ કરવાના મોં માંગ્યા પૈસા માગી રહ્યા છે. ચાર વર્ષ પહેલા એક સ્કિલ્ડ કામદાર રોજના 550 થી 650 માગી રહ્યો હતો તે જ કામના આજે 800 થી 850 માંગી રહ્યા છે તે પણ 8 કલાકની નોકરી અને 4 કલાકના ઓવરટાઈમ મળે તો જ કામ કરવા તૈયાર થાય છે. અને જો શરત પ્રમાણે કમાદારને કામ સોપવાાં આવે તો 8 કલાકના 800 ઉપરાંત ઓવર ટાઈમના ચાર કલાકના ડબલ રેટ પ્રમાણે 800 મળીને 1600 રુપિયા થાય છે. ચાર વર્ષ પહેલા એક કામદારને રોજના 650 આપવામાં પડતા હતા જે હવે વધીને આજે 1600 રુપિયા થાય છે. જેનો અર્થ અ થાય કે ચાર વર્ષમાં મજૂરીના કિંમતમાં લગભગ 246 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ મજૂરીમાં ભાવવધારાના કારણે તેની અશર મોંધવારી પર પડે છે, કારણે કે મેન્યુફેક્ચરીંગ કોસ્ટમાં વધારો થવાના કારણે વેચાણ કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે.
કામદારોની અછતના કારણે રોજમદારીનમાં ભારેખમ વધારો થયો તેની અસર ફાઈનલ પ્રોડક્ટ ઉપર પડી રહી છે. જો પ્રોડક્ટના ભાવમાં નજીવો વધારો થાયો તો મંદીના વાતાવરણમાં બજારમાં ટકવું મુશ્કેલ બને છે. જેથી કારખાને દારોને ખોટ ખાઈને ઘંધો કરવાની અથવા તો મજૂરોની અછતના કારણે ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પરપ્રાંતિય મજુરોની જેમ ગુજરાતના મજુરો 12-12 કલાક કામ કરવા માટે સક્ષમ નથી અને ગુજરાતી લેબરો રજા પણ વધારે પાડે છે જેથી કારખારને દારો ને પોસાય તેમ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.