શા માટે ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર રહે છે? રૂઠેલી પત્નીની કથા પાછળ રહેલું કારણ
રથયાત્રા પૂરી થયા પછી ભગવાન જગન્નાથજી રાત્રિભર રથમાં રહી મંદિર બહાર રોકાય છે, કારણ છે તેમની રૂઠેલી પત્ની. બીજી સવારે મંગળા આરતી બાદ જ ભગવાનને મંદિર પ્ ...

રથયાત્રા

રથયાત્રા
જગતના નાથ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભવ્ય રીતે યથાવત ક્રમમાં સંપન્ન થઈ રહી છે. રથયાત્રામાં પહેલા રથમાં ભાઈ બલભદ્ર, પછી બહેન સુભદ્રા અને અંતે ભગવાન જગન્નાથનો રથ હોય છે. રથયાત્રા અંતે જ્યારે ત્રણે રથો નિજ મંદિર પહોંચે છે ત્યારે પ્રાંગણમાં તેમને ગોઠવી દેવામાં આવે છે.
આ પછી મહંત શ્રી દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવે છે. તેમનું માનવું છે કે, ભગવાન નગરચર્યાએ જાય ત્યારે લોકોની મીઠી નજર લાગતી હોય છે, જેને દૂર કરવા ભગવાનની આરતી અને નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે. તે છતાં ભગવાનને તરત મંદિર પ્રવેશ આપવામાં આવતો નથી. તેઓ આખી રાત ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન રહી મંદિર બહાર રોકાય છે.
આ પ્રથાના પાછળનું ધાર્મિક કારણ છે - માન્યતા પ્રમાણે, ભગવાન જગન્નાથની પત્ની લક્ષ્મીજી રથયાત્રા દરમિયાન તેમની પર નારાજ હોય છે, જેના કારણે ભગવાનને રાત્રે બહાર રોકાવું પડે છે. બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં મંગળા આરતી બાદ ભગવાનને મંદિર પ્રવેશ અપાય છે. આ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી ભગવાનના દર્શન માટે પહોંચી જાય છે, કારણ કે આ પળ વર્ષમાં માત્ર એક જ વખત મળે છે - જ્યારે ભગવાન રથમાં બિરાજમાન હોય અને મંદિર બહાર હોય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?