બનાસકાંઠા કલેક્ટર અને એસપીને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે શા માટે ફટકારી નોટિસ?
વાવ તાલુકાના કલ્યાણપુરામાં અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કાર મુદ્દે ખુલાસો કરવા તાકીદ

શિવમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો કરાયો હતો બહિષ્કાર

શિવમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો કરાયો હતો બહિષ્કાર
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બનાસકાંઠા કલેક્ટર અને એસપીને નોટિસ ફટકારતાં ખળભળાટ મચી ગયો છે. વાવ તાલુકાના કલ્યાણપુરા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવા મુદ્દે 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે. ગામમાં શિવમંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજની અવગણના કરીને ફાળો સ્વીકારવામાં આવ્યો નહોતો. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સરપંચ સહિત અન્ય આગેવાનોએ ફાળો નહી સ્વીકારતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરવામાં આવી હતી.
કલ્યાણપુરા ગામમાં 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજના લોકોનો ફાળો સ્વીકારવામાં ન આવતાં મામલો વણસ્યો હતો. 16 જાન્યુઆરીએ આ ભેદભાવ અંગે ગાંધીનગરના ઈન્દ્રજિતસિંહ સોઢાને જાણ થઈ હતી. 25 જાન્યુઆરીએ ઈન્દ્રવદન બારોટ અને શંકરભાઈ પટેલ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેઓએ મંદિરના મુખ્ય સંચાલક ભલાભાઈ દૈયા સાથે વાત કરી હતી. જેથી ભલાભાઈએ મંદિર કમિટીને પૂછ્યા બાદ જવાબ આપવાની ખાતરી આપી હતી. બાદમાં અનુસૂચિત સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીએ રઘુવીરસિંહ જાડેજા કલ્યાણપૂરા ગામે પહોંચ્યા હતાં. પરંતુ મુખ્ય આયોજક ભલાભાઈ દૈયા ગાયબ થઈ ગયા હતા. 5 અને 6 ફેબ્રુઆરીએ હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમને મંજૂરી નહીં મળે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ સુઈગામ પીએસઆઈએ પણ આયોજકો સાથે વાત કરી હતી. પરંતુ કોઈ ફેરફાર થયો નહોતો. 7 ફેબ્રુઆરીએ ડીવાયએસપી સામત વારોતરીયાને જાણ કરવામાં આવી હતી. ડીવાયએસપીએ સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં નહોતો આવ્યો. તેથી મહોત્સવ દરમિયાન 1 ડીવાયએસપી અન 2 પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 9 ફેબ્રુઆરીએ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી ઈમેઈલ કર્યો હતો. પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, અને સ્થાનિક માધ્યમોને મોકલી હતી. 18 ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો. દલિત સમાજે શાંતિ જાળવી રાખીને ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખી હતી. અંતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બનાસકાંઠા કલેક્ટર અને એસપીને નોટિસ પાઠવી 3 ડિવસમાં સમગ્ર બાબતે ડિટેઈલમાં રિપોર્ટ કરવા સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.