મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક કોનો ફોન આવ્યો? દિલ્હીથી કે નાગપુરથી?
સ્ટેજ ઉપર હતા તે સમયે ફોન આવતાં મુખ્યમંત્રી ચાલુ કાર્યક્રમે વાત કરવા ચાલ્યા ગયા

NFSUમાં શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં અંદાજે પાંચેક મિનિટ ચાલેલાં ફોનથી કાર્યકરોમાં ચર્ચા

NFSUમાં શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં અંદાજે પાંચેક મિનિટ ચાલેલાં ફોનથી કાર્યકરોમાં ચર્ચા
પોંડિચેરીના રાજ્યપાલ કે.કૈલાસનાથને મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં ગત સપ્તાહે કરેલી બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. તેવામાં શુક્રવારે(28 માર્ચ) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં યોજાયેલા શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને અચાનક આવેલા ફોને ચર્ચા વધુ જગાવી છે. શિક્ષણ વિભાગના વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેઠાં હતા તે સમયે અચાનક આવેલા કોલથી ફોન લઈને મુખ્યમંત્રી સ્ટેજની પાછળના ભાગે વાત કરવા ચાલ્યા ગયા હતા. જ્યાં પાંચેક મિનિટ ચાલેલા ફોનથી રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાત સરકારમાં કુલ 182 ધારાસભ્યો હોવાથી 27નું મંત્રીમંડળ બની શકે તેમ છે. હાલમાં મુખ્યમંત્રી સહિત 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે 17નું મંત્રીમંડળ કાર્યરત છે. તેથી 10 નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે તેમ છે. ઘણાં સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. ગત સપ્તાહે પોંડિચેરીના રાજ્યપાલ કે.કૈલાસનાથને મુખ્યમંત્રી સાથે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક કરી હતી. આ બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે NFSUમાં યોજાયેલા શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં મહત્ત્વનો સંકેત આપતી ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ NFSUમાં યોજાયેલા શિક્ષણ વિભાગના વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેઠાં હતા. સ્ટેજ પરથી એનાઉન્સરે જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી હવે વિજેતાને ઈનામ આપશે. તે સમયે મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી પ્રણવ પારેખે અચાનક મોબાઈલ આપીને તેમના કાનમાં કઈંક કહ્યું હતુ. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક મોબાઈલ લઈને સ્ટેજની પાછળના ભાગે વાત કરવા ચાલ્યા ગયા હતા.
કાર્યક્રમ શરૂ થયો ત્યારે કોલ આવતાં CMની બાજુમાં બેસેલાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ એનાઉન્સરને હાથથી ઇશારો કરી રોકાઈ જવા કહ્યુ હતુ. મુખ્યમંત્રીએ અંદાજે પાંચેક મિનિટ સુધી સ્ટેજની પાછળના ભાગે મોબાઈલ ઉપર વાતચીત કરી હતી. તે સમયે પ્રફુલ પાનસેરિયા, શિક્ષણ સચિવ સુનયના તોમર અને પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકરે એકબીજા સાથે વાતચીત ચાલુ રાખી હતી.
મુખ્યમંત્રીને આવેલાં અરજન્ટ ફોનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. મુખ્યમંત્રીને આવેલો અરજન્ટ ફોન દિલ્હીથી હતો કે નાગપુરથી? સામાન્ય કોલ હતો તો પછી સ્ટેજ પાછળ જઈને શા માટે વાત કરવી પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોલ હતો કે પછી આરએસએસના હેડ ક્વાર્ટર નાગપુરથી કોલ હતો? તે બાબતે પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિધાનસભા સત્ર પૂર્ણ થયુ છે અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે તેવામાં મુખ્યમંત્રીને અચાનક આવેલા કોલથી ભાજપના નેતાઓમાં ઉત્સુક્તા જાગી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોનું માનીએ તો કોઈ સામાન્ય ચર્ચાને લઇને મુખ્યમંત્રીને ફોન આવ્યો હતો. સ્ટેજ ઉપર માઈક ઉપરથી ઈનામો અંગે સતત જાહેરાત ચાલુ હોવાથી ફોનમાંથી અવાજ સાંભળવો મુશ્કેલ હતો. તેથી મુખ્યમંત્રી સ્ટેજની પાછળના ભાગે વાત કરવા ચાલ્યા ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.