વિશ્વામિત્રીનો વિશાળ મગર મહિલાને ખેંચી ગયો
કામરોલ ગામથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો વારંવાર દેખાતા રહે છે. આ વિસ્તારમાં ખેતરો બચાવવાના કામે જોડાયેલા ઘણા શ્રમજીવી પરિવારો પણ વસે છે

વિશ્વામિત્રીનો વિશાળ મગર મહિલાને ખેંચી ગયો

વિશ્વામિત્રીનો વિશાળ મગર મહિલાને ખેંચી ગયો
વડોદરા: વડોદરા નજીક વિશ્વામિત્રી નદીમાં મગર દ્વારા વધુ એક વ્યક્તિનો શિકાર કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે.
કામરોલ ગામથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો વારંવાર દેખાતા રહે છે. આ વિસ્તારમાં ખેતરો બચાવવાના કામે જોડાયેલા ઘણા શ્રમજીવી પરિવારો પણ વસે છે.
ગઈકાલે મોડી સાંજે એક મહિલા નદીના કિનારે ગઈ હતી, તે દરમ્યાન એક મગર તેને નદીમાં ખેંચી લઈ ગયો. આ બનાવને જોઈને ગામના લોકો ભેગા થઈ ગયા. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ કામરોલ, કોટાલી અને માંગરોલ ગામોમાં શોધખોળ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.