આણંદમાં દુષ્કર્મનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
વાસદ વિસ્તારમાં બાળકીના અપહરણ અને હત્યા કેસમાં નવો વળાંક,પોલીસ પર કર્યો હતો હુમલો

AI જનરેટેડ

AI જનરેટેડ
Vasad Minor Girl Murder Case: આણંદ જિલ્લાના વાસદ વિસ્તારમાં બાળકીના અપહરણ અને હત્યાના કેસે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. માસૂમ બાળકી સાથે થયેલા અમાનવીય કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ પૂછપરછ માટે લઈ જતી વખતે બનેલી ઘટનામાં આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આત્મરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું.
ઘટનાએ હચમચાવ્યું ગુજરાત
આણંદ જિલ્લાના વાસદ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક નાબાલિક બાળકીના અપહરણ અને હત્યાની ઘટના સામે આવી હતી. પરિવારજનોએ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ હલચલ અંગે માહિતી મળી અને અંતે આરોપીની ઓળખ કરવામાં સફળતા મળી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બાળકીનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું અને પછી પુરાવા નષ્ટ કરવાની નीयતે તેની હત્યા કરી હતી. આ સમાચાર બહાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિક લોકો, સામાજિક સંગઠનો અને વિવિધ રાજકીય પક્ષોએ આરોપીને કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી.
આરોપીએ ચપ્પુથી હુમલો કર્યો
માહિતી મુજબ બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમારની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને સોંપ્યો હતો. LCBની ટીમ આરોપીને આણંદ લઈ જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં ઉલ્ટી કરવાનું બહાનું બતાવી વાહન રોકાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક હુમલો કર્યો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
વારંવાર ચેતવણી છતાં ન અટકતા ફાયરિંગ
પોલીસના જણાવ્યા મુજબ પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત ચેતવણી આપી હતી, પરંતુ તે ન અટકતાં અને વધુ હિંસક બનતાં સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો. ફાયરિંગમાં આરોપીને બે ગોળી વાગી હતી. ઘાયલ હાલતમાં તેને કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જાણો શું છે સમગ્ર ઘટના
ગઈ રાત્રે આશરે 9:15 વાગ્યે વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. બીજા દિવસે વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીના કપડાં પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
CCTVથી મળ્યો મહત્વનો પુરાવો
વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમ નરાધમની શોધખોળમાં લાગી હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
આરોપીનો પોલીસ પર હુમલો,બે પોલીસ કર્મચારી ઘાયલ
ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો હતો. LCBની ટીમ 19 જુલાઈની મધરાતે જ્યારે આરોપી સુરેશ પરમારને લઈને આણંદ આવી રહી હતી, ત્યારે આરોપીએ રસ્તામાં ઊલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો. આરોપીના આ અચાનક હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા
આરોપીની ધરપકડ
ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આરોપીની ધરપકડ બાદ પોલીસે ઘટનાસ્થળની પુનઃરચના કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તેને સાથે રાખી તપાસ આગળ ધપાવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને વધુ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો.
લોહીલુહાણ હાલતમાં ઘાયલ આરોપીને સારવાર અર્થે ખસેડાયો
પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીને બે ગોળી વાગી હતી. લોહીલુહાણ હાલતમાં ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હાલમાં આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ