સયાજી હોસ્પિટલ કોલ્ડ રૂમ ફોર્મ વિવાદમાં યુ-ટર્ન
મૃતદેહ કોલ્ડ રૂમ ફોર્મ ભરવા મુદ્દે મેજમેન્ટે ફેરવી તોળતાં વિવાદનો અંત આવ્યો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Vadodara Sayaji Hospital: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલે વિવાદિત ફોર્મ જાહેર કર્યું હતું.સયાજી હોસ્પિટલે કોલ્ડ રૂમમાં રખાતા મૃતદેહની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધા હોય તેવો વિવાદ સામે આવ્યો છે.સામાન્ય રીતે ઘરમાં કોઈનું મૃત્યુ થાય અને સ્વજનો વિદેશ કે બહાર ગામથી આવવાના હોય તો આપણે હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃતદેહ મૂકતા હોઈએ છીએ.સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમના ફોર્મ પર નોંધ લખવામાં આવી હતી.જેમાં લખવામાં આવ્યું હતું કે, કોલ્ડ રૂમમાં મુકાયેલા મૃતદેહની જવાબદારી જે તે પરિવારની રહેશે,હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં.જોકે,ભારે વિવાદ બાદ આ ફોર્મને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ રૂમમાં ઉપયોગમાં લેવાતું એક નવું ફોર્મ બહાર આવ્યું.આ ફોર્મમાં મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવે ત્યારે તેની સુરક્ષા અને જાળવણી અંગેની શરતો લખવામાં આવી હતી.આ ફોર્મ મુજબ જો કોઈ ટેકનિકલ ખામી, વીજળી જતી રહેવી, મશીનરી ફેલ થવી અથવા કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં મૃતદેહને નુકસાન થાય તો હોસ્પિટલ તેની જવાબદારી સ્વીકારશે નહીં.જ્યારે આ ફોર્મની નકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે લોકોમાં ચોંકાવટ ફેલાઈ ગઈ. સામાન્ય નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારી હોસ્પિટલમાં આવી પ્રકારની જવાબદારીમાંથી છટકવાની શરતો કેવી રીતે મૂકી શકાય?
ફોર્મમાં શું લખ્યું હતુ?
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલે એક ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૃતદેહ મુકતા પહેલા પરિવારજનો પાસે જે ફોર્મ ભરાવવામાં આવતું હતું તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, જો ટેકનિકલ કારણોસર, કુદરતી હોનારત કે અન્ય કોઈ પણ કારણોસર કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ સડી જાય (ડીકમ્પોઝ થઈ જાય), તો તેની કોઈ પણ જવાબદારી હોસ્પિટલ તંત્રની રહેશે નહીં. આ ફોર્મની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે સવાલોના ઘેરાવ શરૂ થઈ ગયા છે. તો બીજી બાજુ દર્દીના પરિવારજનોમાં પણ રોષ છવાયો હતો. જે બાદ તંત્ર દ્વારા આ ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે.
પરિવારજનોમાં આક્રોશ
સયાજી હોસ્પિટલમાં રોજ અનેક મૃતદેહો પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ માટે રાખવામાં આવે છે. આવા સમયે પરિવારજનો માટે પહેલેથી જ માનસિક આઘાતભર્યું વાતાવરણ હોય છે.આવી સ્થિતિમાં ફોર્મમાં લખાયેલ શરતોને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો. ઘણા પરિવારજનોનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ દુઃખમાં હોય છે અને આવી શરતો તેમના દુઃખને વધુ વધારતી છે.એક મુખ્ય પ્રશ્ન એ પણ ઉઠ્યો કે શું સરકારી હોસ્પિટલ પોતાની જ વ્યવસ્થાની ખામીઓને લઈને જવાબદારીથી બચી શકે છે?
ટેકનિકલ કારણોનો ઉલ્લેખ
ફોર્મમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે જો ટેકનિકલ કારણોસર કોલ્ડ રૂમ બંધ થઈ જાય, મશીન ફેલ થાય અથવા અન્ય કોઈ કારણસર મૃતદેહ બગડી જાય તો હોસ્પિટલ જવાબદાર નહીં રહે.આ મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો કારણ કે સયાજી હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં યોગ્ય બેકઅપ સિસ્ટમ હોવી જોઈએ એવી સામાન્ય અપેક્ષા છે.નાગરિકોનું માનવું હતું કે આવી શરતો મૂકવાને બદલે તંત્રએ પોતાની ટેકનિકલ ક્ષમતાઓ મજબૂત બનાવવી જોઈએ.
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?
સયાજી હોસ્પિટલ, સુપ્રિટેન્ડેન્ટ, ડો. રંજન ઐયરે આ અંગે જણાવ્યું છે કે,ટેકનિકલ ખામી એટલે કે કોઈ અનિવાર્ય,આકસ્મિક ઘટના બને જે મારા કંટ્રોલ બહારની વસ્તુ હોય તેના માટે અમે નોંધ મૂકી છે.અમને ઉપરથી સૂચના આવતા આ નોંધવાળું ફોર્મ પાછું ખેંચી લીધું છે.અમારો આ પાછળ અમારી જવાબદારીમાંથી છૂટી જવાનો લેસમાત્ર આશય ન હતો.મૃતદેહ પ્રત્યે મોતનો જે મલાજો જળવાવવો જોઈએ તે તો હોવો જ જોઈએ.
"વિવાદ થતા તઘલખી નિર્ણય પાછો ખેંચવો પડ્યો"
સામાજિક કાર્યકર, કમલેશ પરમારના જણાવ્યા પ્રમાણે, હાલમાં કોલ્ડ રૂમમાં બે મશીન બંધ હાલતમાં છે. વિવાદિત નિયમ બાદ સરકારે સત્તાધીશોને તતડાવ્યા વિવાદ બાદ સયાજી હોસ્પિટલના સત્તાધીશો આખરે ઝૂક્યા હોસ્પિટલ સત્તાધીશોએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. વિવાદ થતા તઘલખી નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.નોંધનીય છે કે, 29 એપ્રિલે હોસ્પિટલના કોલ્ડરૂમમાં એક વૃદ્ધાનો મૃતદેહ મૂકાયો હતો. સ્વજનો બે દિવસ બાદ મૃતદેહ લેવા ગયા ત્યારે તે સડેલી હાલતમાં હતો. જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. પરિવાર અને તબીબો વચ્ચે મારામારી થઈ હતી. તબીબોએ પરિવાર વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા. મામલો છેક ગાંધીનગર રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. જે બાદ ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ હડતાળ સમેટાઈ હતી.
લોકોનો આક્રોશ અને સોશિયલ મીડિયા પ્રતિભાવ
ફોર્મ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ જોવા મળ્યો.અનેક લોકોએ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્રને આડે હાથ લીધા.લોકોએ કહ્યું કે સરકારી હોસ્પિટલમાં આવી શરતો લોકોની લાગણી સાથે રમવા જેવું છે. કેટલાક યુઝર્સે લખ્યું કે “જ્યારે સુવિધા સરકારી છે તો જવાબદારી પણ સરકારી જ હોવી જોઈએ.આ મુદ્દો ટૂંકા સમયમાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો.વિવાદ વધતા આરોગ્ય તંત્ર અને હોસ્પિટલ સત્તાધીશો પર દબાણ વધ્યું.અંતે નિર્ણય લેવામાં આવ્યો કે આ વિવાદિત નોંધવાળું ફોર્મ પાછું ખેંચવામાં આવશે.સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું કે હવે આ પ્રકારની શરતોનો અમલ નહીં થાય. આ સાથે જ નિર્ણય પાછો ખેંચીને સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સયાજી હોસ્પિટલનો વિવાદ માત્ર એક દસ્તાવેજનો મુદ્દો નથી
સયાજી હોસ્પિટલનો કોલ્ડ રૂમ ફોર્મ વિવાદ માત્ર એક દસ્તાવેજનો મુદ્દો નથી,પરંતુ આરોગ્ય તંત્રની જવાબદારી અને પારદર્શિતાનો મોટો પ્રશ્ન છે.ભલે અંતે આ ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનાએ એક મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી છે કે સરકારી આરોગ્ય વ્યવસ્થામાં જવાબદારી અને ટેકનિકલ તૈયારી કેટલી મજબૂત છે.આ ઘટના ભવિષ્ય માટે એક સંકેત છે કે જાહેર આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસ જાળવવા માટે માત્ર સુવિધા નહીં, પરંતુ સંપૂર્ણ જવાબદારી અને પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!