Vadodara : નવરચના સ્કૂલ ફરી ધમકીના નિશાન પર, બોમ્બની આશંકાએ શાળા ખાલી કરાવાઈ
પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ કરી હતી, પરંતુ...

વડોદરાની સ્કૂલમાં ફરી બોમ્બનો ભય...

વડોદરાની સ્કૂલમાં ફરી બોમ્બનો ભય...
વડોદરા શહેરની જાણીતી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બીજી વખત આવી ધમકી મળતા શાળા સંચાલકો અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે, જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તેમને રજા આપી શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈમેલ દ્વારા ધમકી અને તાત્કાલિક કાર્યવાહી...
મળતી માહિતી મુજબ, કોઈ અજાણ્યા ઈસમે ઈમેલ દ્વારા શાળાને આ ધમકી મોકલી હતી. ધમકી મળતા જ શાળા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વડોદરા પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
સઘન તપાસ છતાં શંકાસ્પદ કંઈ મળ્યું નથી...
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શાળા પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. શાળાના દરેક ખૂણેખૂણાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ પણ વાંચો : Sabarkantha માં ભયાનક અકસ્માત, ખાનગી બસ ટ્રકમાં ઘૂસતાં 2 ના મોત, 8 થી વધુ ઘાયલ
આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફમાં ભયનો માહોલ છે. પોલીસે ધમકી આપનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી, ઈમેલના સ્ત્રોત અને તેની પાછળના હેતુને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પણ ધમકી મળી હોવાથી પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને વધુ સાવચેતી વર્તી રહી છે.
આ પણ વાંચો : Surat માં ધોધમાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, અનેક વિસ્તારો જળબંબાકાર!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.