વડોદરાના રક્ષિત કાંડ બાદ ધૂળેટીએ પોલીસે નશો કરી વાહન ચલાવતા 23ને પકડ્યાં
નિર્દોષનો ભોગ લેનારો રક્ષિત પોલીસના 1 દિવસના રિમાન્ડ પર

નિર્દોષનો ભોગ લેનારો રક્ષિત પોલીસના 1 દિવસના રિમાન્ડ પર

નિર્દોષનો ભોગ લેનારો રક્ષિત પોલીસના 1 દિવસના રિમાન્ડ પર
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત રક્ષીત ચૌરસિયાએ સર્જેલા અકસ્માત બાદ પોલીસે તેની સામે સાપરાધ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ધૂળેટીની રાત્રે જજના ઘેર હાજર કરીને તેના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રક્ષિત ચૌરસિયાએ કાર ચલાવતી વખતે કોઇ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે મુદ્દાની પૂછપરછ કરવાની સાથે અકસ્માત કઇ રીતે સર્જાયો તે સહિતના મુદ્દા પર રક્ષિતની પૂછપરછ કરી રહી છે. મહત્વની વાત એ છે કે અકસ્માતના જે વીડિયો વાયરલ થયા છે તેમાં રક્ષિત બૂમો પાડી રહ્યો છે અને તે વર્તન શંકા ઉપજાવે તેવું છે જેની પણ પોલીસ તપાસ કરશે એવું મનાઇ રહ્યું છે. બીજી તરફ આ અકસ્માત બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે ધૂળેટીની સાંજે સઘન ચેકીંગ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના 23 કેસ કર્યા હતા જ્યારે નંબર વગરના અને શંકાસ્પદ જણાયેલા 50 વાહનો મળી આવ્યા હતા. નશો કરેલા 3 શખ્સ પોલીસ ચેકીંગમાં મળ્યા હતા.
ઉલ્લેખનિય છે કે કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે હોળીની રાત્રે ફુલસ્પીડે આવેલા કારચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ કેસમાં આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આશિષભાઇ મહેન્દ્રભાઈ શાહે ફરિયાદ પણ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 3/03/2025ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે હું, મારી પત્ની નિશા અને મારાં બે બાળકો રેન્શી તથા જૈમી ચારેય જણા આંટો મારવા નીકળ્યાં હતાં. મારી પત્ની નિશાએ અમારું એક્ટિવા ચલાવી તેની પાછળ મારા બન્ને બાળકોને બેસાડ્યાં હતાં અને મને કહ્યું હતું કે તમે સોસાયટીના ગેટ આગળ ઊભા રહો, હું બાળકોને એક્ટિવા ઉપર મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી ચાર ૨સ્તા થઈને આંટો મરાવીને આવું છું, એમ કહી તે બન્ને બાળકોને એક્ટિવા ઉપર લઇને નીકળી હતી અને હું મારી સોસાયટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે 11.15 વાગ્યે કાળા કલરની કારનો ચાલક પૂરઝડપે ગાડી ચલાવી ચંદ્રાવલી સર્કલ પાસે એક ટૂ-વ્હીલરને ટક્કર મારીને આગળ આવ્યો હતો. રી પત્ની ચંદ્રાવલી સર્કલથી અમારી સોસાયટી તરફ એક્ટિવા લઈને મારાં બાળકો સાથે આવતી હતી, ત્યારે તે કારચાલકે મારી પત્નીના એક્ટિવાને પણ ટક્કર મારી હતી અને તેજ સ્પીડમાં આગળ જતાં એક ટુ-વ્હીલર પર જતાં મહિલા અને પુરુષને પણ ટક્કર મારી હતી. ત્યાર બાદ એક્ટિવા ઉપરથી સૌપ્રથમ મારી દીકરી રેન્સી નીચે પડી ગઈ હતી, ત્યાર બાદ મારો દીકરો જૈમી નીચે પડી ગયો હતો અને મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ધસડાઈ હતી. મારી પત્નીની એક્ટીવા ગાડી સાથે ટક્કર માર્યા બાદ આગળ બીજા ટૂ-વ્હીલર પર મહિલા અને પુરુષ જતાં હતાં, તેમને ટક્કર મારી હતી.. એ વખતે કારચાલક અને તેની બાજુની સીટમાંથી એક ઇસમ કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ બૂમાબૂમ કરતા હતા અને એ વખતે પબ્લિકે કારના ચાલકને પકડી પાડ્યો હતો અને બાજુમાં બેઠેલો ઇસમ કારમાંથી ઊતરી ભાગી ગયો હતો.
આ કેસમાં કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત રવીશ ચોરસીયા સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે અને તેની સામે BNSની કલમ 105,281,125 (a), 125(b),324(5) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.