વડોદરા: પોલીસ લોકઅપમાં કેદીનો ફાંસો, ન્યાયની માંગ
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રમેશ વસાવાનો આપઘાત; પરિવારે લગાવ્યો હત્યાનો ગંભીર આક્ષેપ.

લોકઅપમાં કેદીનો ફાંસો

લોકઅપમાં કેદીનો ફાંસો
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક અટકાયતી આરોપીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પત્ની સાથેના ઘરકંકાસ મામલે અટકાયત કરાયેલા રમેશ વસાવા નામના શખ્સે વહેલી સવારે લોકઅપના વોશરૂમમાં સ્વેટરની દોરી વડે જિંદગી ટૂંકાવી લીધી હતી. જોકે, આ ઘટના બાદ મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા સામે તેની પત્નીએ મારપીટની અરજી કરી હતી, જેના આધારે 20 જાન્યુઆરીની સાંજે પોલીસે તેની અટકાયત કરી હતી. ડીસીપી અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે 6:00 વાગ્યાની આસપાસ રમેશભાઈએ લોકઅપના વોશરૂમમાં જઈ પોતાની હૂડીની દોરીથી બારી સાથે ફાંસો ખાઈ લીધો હતો. ઘટના સમયે લોકઅપમાં અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર હતા.
બીજી તરફ, મૃતકની બહેન લક્ષ્મીબેને આક્રંદ સાથે પોલીસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, "મારા ભાઈને પોલીસે મારી નાખ્યો છે. ગઈકાલે સાંજે હું તેને જમવાનું આપવા આવી ત્યારે તે એકદમ સ્વસ્થ હતો." પરિવારે પોલીસના ઢોર મારને કારણે મોત થયું હોવાનો દાવો કરી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
પોલીસે આ મામલે બીએનએસ 176 મુજબ કસ્ટોડિયલ ડેથની કાર્યવાહી શરૂ કરી છે. એસડીએમ (SDM) અને એસીપીની હાજરીમાં પંચનામું કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ડીસીપીએ જણાવ્યું હતું કે, લોકઅપના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અને જો કોઈ પોલીસ કર્મચારીની બેદરકારી જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.