Vadodara : સત્તાના મદમાં મતદારો પર દાદાગીરી!, Video Viral
વડોદરાના પોર ગામમાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમારે સ્થાનિક લોકો સાથે મારામારી કરી...

ગ્રામજન સાથે મારામારીનો વિડીયો થયો વાયરલ"

ગ્રામજન સાથે મારામારીનો વિડીયો થયો વાયરલ"
વડોદરાના પોર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમારની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે લોકોના મત મેળવીને તેમણે સત્તા હાંસલ કરી, તે જ મતદારો સાથે મારામારી કરતા રોનક પરમારનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે પોર ગામમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. ચર્ચા એવી પણ છે કે પેવર બ્લોક નાખવાના કામમાં વેઠ ઉતારવામાં આવી રહી હતી, જેના કારણે લોકો રોષે ભરાયા હતા.
આ દરમિયાન, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારની હાજરીમાં તેમના પતિ રોનક પરમાર ગુસ્સે ભરાયા હતા અને સ્થાનિક લોકો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. તેમની આ દાદાગીરીની સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. સત્તાના મદમાં ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ દ્વારા મતદારો સાથે કરવામાં આવેલો આ વર્તાવ ભારે નિંદનીય છે અને લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.