Vadodara: ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાયું!
કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે

બીસીસીઆઇ દ્વારા આવા સ્ટેડિમને સુધારવાનું અને વરસાદ આવે ત્યારે સ્ટેડિયમની અંદર પાણી ન ભરાયે તેવી કાળજ...

બીસીસીઆઇ દ્વારા આવા સ્ટેડિમને સુધારવાનું અને વરસાદ આવે ત્યારે સ્ટેડિયમની અંદર પાણી ન ભરાયે તેવી કાળજ...
બીસીસીઆઇ દ્વારા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગની શરૂઆત કરાઈ છે.તેવામાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમની સુવિધાઓને લઇ કરાયેલા મોટા દાવા પોકળ સાબીત થતા જોવા મળી રહ્યાં છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 15 થી 29 જૂન દરમિયાન કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.રૂ.215 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ કોટંબી સ્ટેડિયમમાં પણ પાણી ભરાતા નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલી છે.આજે 18 જૂન બપોરે 2:45 કલાકે અમી સુપર એવેંજર્સ અને એલેમ્બિક વોરિયર્સ તથા સાંજે 6:45 કલાકે પૃથ્વી પેંથર્સ અને એ-4 પાવર સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચો યોજાવવાની છે.પરંતુ સ્ટેડિયમના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા હોય મેચ રદ કરવી કે નહિ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ મેન્સ ટીમો વચ્ચે 11 જાન્યુઆરી 2026ના રોજ એક વન ડે ઇન્ટરનેશનલ મેચ કોટંબી સ્ટેડિયમમાં રમાડવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે આવા દ્રશ્યો ઇન્ટરનેશનલ મેચોના આયોજન સામે સવાલો ઉભા કરે છે. આવી સ્ટેડિયમની દશા હોવાના કારણે અનેક મેચો નહિ રમાયે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીસીસીઆઇ દ્વારા આવા સ્ટેડિમને સુધારવાનું અને વરસાદ આવે ત્યારે સ્ટેડિયમની અંદર પાણી ન ભરાયે તેવી કાળજી રાખવી જરૂરી છે. અને આવી ને આવી હાલત સ્ટેડીયમની રહેશે તો આવનારી બધી મેચ પણ રદ કરવી પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.