વડોદરામાં સાયરન વિવાદ, કોર્પોરેશનના અધિકારીઓને કેમ છૂટ્યો પરસેવો ?
વિશ્વામિત્રી બચાવો સમિતીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ

વિશ્વામિત્રી બચાવો સમિતીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ

વિશ્વામિત્રી બચાવો સમિતીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ
વડોદરામાં મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો વર્ષોથી લોકો સમક્ષ વટ પાડવા પોતાના વાહનો પર સાયરનો લગાડીને ફરી રહ્યા છે અને કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. લોકો સમક્ષ વટ પાડવા માટે પોતાના વાહનો પર સાયરન લગાડીને તેઓ સાયલેન્ટ ઝોનમાં પણ સાયરનનો ઉપયોગ કરી રહ્યા હતા. આ બાબતે બુધવારે સાંજે વિશ્વામિત્રી બચાવો સમિતીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ કરતાં કોર્પોરેશનના 9 અધિકારીઓની ગાડીઓ પરથી સાયરન હટાવી દેવાયા છે.
બુધવારે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા સરકારના પરિપત્ર મુજબ ગાડીઓ પરથી સાયરન હટાવી લેવા પોલીસને રજૂઆત કરી હતી. આ સમિતિએ કહ્યું હતું કે પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકને પોતાના હોદ્દા મુજબ ગાડીઓ આપવામાં આવે છે. જેના પર જે સાયરન મુકાય છે, તે ગેરકાયદેસર છે. સરકારે વર્ષ 2013 માં આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડેલો હતો. આ ફરિયાદ બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ કોર્પોરેશનમાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ દોડતી થતાં ગભરાયેલા કોર્પોરેશનના અધિકારીઓએ ગાડીઓ પરથી સાયરન હટાવી લીધા છે, પરંતુ હવે ચૂંટાયેલા હોદ્દેદારોની ગાડીઓ પરથી સાયરનો હટાવવા મુદ્દે બીજી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું પરિસ્થિતિ છે અને 2013 ના પરિપત્ર બાદ તેમાં બીજો કોઈ સુધારો છે કે કેમ તે અંગે સમીક્ષા કરીને નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે.
કોર્પોરેશનના ડે. કમિનશનર, આરોગ્ય અધિકારી, સિટી એન્જિનીયર સહિત તમામ વિભાગના એચઓડીઓએ પોતાના વાહન પરથી સાયરન હટાવામાં આવ્યા છે. સભા સેક્રેટરી ચિંતન દેસાઇએ કહ્યું કે ગઇ કાલે બજેટની સામાન્ય સભા ચાલતી હતી ત્યારે સાયરન બાબતે કોઇએ ફોન કર્યો હતો. તેથી પોલીસ આવી હતી. પરિપત્રના આધારે સાયરનો લગાડી શકાય નહીં અને હોદ્દેદારો સાથે અમે ચર્ચા કરીશું કારણ કે 2013ના પરિપત્ર બાદ નવો પરિપત્ર છે કે નહીં તથા રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં શું સ્થિતી છે તે મુજબ હોદ્દેદારો દ્વારા સમિક્ષા કરીને નિર્ણય લેવાશે. કાયદામાં જે હશે તે મુજબ કાર્યવાહી કરાશે. કાયદાની ઉપરવટ કોઇ નથી.
આ મામલે વ્હીકલ પુલના જગદીશ ભાભોરે કહ્યું કે ગઇ કાલે રાત્રે મારા ઉપરી અધિકારીની સુચના મુજબ 8 અધિકારીઓની ગાડીઓના સાયરન કાઢી લેવાયા છે. વર્ષોથી આ વ્હીકલમાં સાયરનો લગાડેલી હતી જેને કાઢી લેવાઇ છે. જો કે પદાધીકારીઓના વાહનો મામલે કોઇ નિર્ણય લેવાયો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.