સુરતમાં પાટીદાર દીકરીના અપહરણ મુદ્દે હલ્લાબોલ
૩૫ દિવસથી ૧૭ વર્ષની કિશોરી ગુમ પોલીસની નિષ્ક્રિયતાથી સમાજમાં રોષ વધતા મામલો ક્રાઈમ બ્રાંચે

દીકરીના અપહરણ મુદ્દે હલ્લાબોલ

દીકરીના અપહરણ મુદ્દે હલ્લાબોલ
સુરતના સરથાણા વિસ્તારમાં ૧૭ વર્ષની એક સગીર પાટીદાર યુવતીના અપહરણની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૩૫ દિવસથી દીકરી પરિવારથી અળગી છે અને પોલીસ તપાસમાં કોઈ પ્રગતિ ન જણાતા, 'પાટીદાર સેવા સંઘ' દ્વારા તીરુપતી સોસાયટીની વાડી ખાતે એક વિશાળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગ બાદ મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
પરિવારની વેદના
અપહરણ થયેલી દીકરીના માતા-પિતા વતનમાં રહે છે, જ્યારે દીકરી અહીં સુરતમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરતી હતી. ૩૫ દિવસથી દીકરી ગુમ હોવાથી પરિવાર ભાંગી પડ્યો છે. મીટિંગ દરમિયાન દીકરીના ભાઈએ સમાજના અગ્રણીઓ સામે ધ્રુસકેને ધ્રુસકે રડતા મદદની માંગ કરી હતી. ભાઈની આ વેદના જોઈ ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને સમાજે એકસૂરે દીકરીને પાછી લાવવા માટે લડત આપવાનું નક્કી કર્યું હતું.
પોલીસની બેદરકારીના ગંભીર આક્ષેપો
પાટીદાર સમાજના અગ્રણીઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "અપહરણ બાદ આરોપીનો મોબાઈલ ફોન સતત પાંચ દિવસ સુધી ચાલુ હતો. તેનું લોકેશન પણ મળી રહ્યું હતું, તેમ છતાં પોલીસે પૂરતી તત્પરતા દાખવી નહીં. પોલીસની આ ગાફલાતને કારણે જ આજે ૩૫ દિવસ થવા છતાં આરોપી પકડાયો નથી." સમાજે માંગ કરી છે કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તપાસમાં વેગ લાવવામાં આવે.
ગૃહ વિભાગ સુધી પહોંચશે લડત
પાટીદાર સેવા સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં દીકરીને હેમખેમ શોધી કાઢવામાં નહીં આવે અને આરોપી સામે કડક ગુનો દાખલ કરવામાં નહીં આવે, તો આ મામલે રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. મીટિંગમાં હાજર તમામ લોકોએ એક અવાજે સરથાણા પોલીસ સ્ટેશન જઈ અધિકારીઓ પાસેથી અત્યાર સુધીની તપાસનો જવાબ માંગ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.