કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડિસેમ્બરમાં કમોસમી વરસાદ
૨૦૨૫ના અંતિમ દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠાથી પાક નુકસાનની ભીતિ

ભર શિયાળે કમોસમી વરસાદ

ભર શિયાળે કમોસમી વરસાદ
વર્ષ 2025ના અંતિમ દિવસે જ્યારે આખું વિશ્વ નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં હતું, ત્યારે ગુજરાતના હવામાનમાં અચાનક આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ખાસ કરીને કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી જતાં માર્ગો પર ચોમાસાની જેમ પાણી વહેતા થયા હતા.
કચ્છમાં માવઠાનો માર
કચ્છના વાગડ પંથકમાં ચોબારી, મનફરા, વણોઈ અને કડોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સરહદી ગામો ઢોરો અને લુડબાયમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ માવઠાને કારણે ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં જીરું, રાયડો, ઈસબગુલ અને ઘઉં જેવા રવિ પાકો તૈયાર થવાની અવસ્થામાં છે, ત્યારે આ વરસાદથી પાકમાં ફૂગ આવવી અથવા પાક બળી જવાની શક્યતા વધી ગઈ છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ અસર
માત્ર કચ્છ જ નહીં, પરંતુ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં પડેલા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં જામનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે.
વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેનાથી કડકડતી ઠંડીમાં કામચલાઉ રાહત મળી છે.
જોકે, વરસાદી માહોલ બાદ ફરીથી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ન જાય તે માટે વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.