વડોદરામાં 20 ફૂટ મોટા ખાડામાં 2 મહિલા ખાબકી, કોર્પોરેશન સામે ગુસ્સો
સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ મહિલાઓને ભૂવામાંથી બહાર કાઢી તબીબી સારવાર માટે મોકલ્યા

સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ મહિલાઓને ભૂવામાંથી બહાર કાઢી તબીબી સારવાર માટે મોકલ્યા

સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ મહિલાઓને ભૂવામાંથી બહાર કાઢી તબીબી સારવાર માટે મોકલ્યા
વડોદરા શહેરમાં કમોસમી વરસાદે લોકોને પરેશાન કર્યા છે. ગઈકાલે મંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે અચાનક જમીનમાં 20 ફૂટ ઊંડો ભુવો પડતાં અફરા-તફરી મચી ગઈ. ભુવો એટલો ઊંડો અને ખતરનાક હતો કે ફૂટપાથ પર ઊભી બે મહિલાઓ એની અંદર ખાબકી ગઈ હતી. કોર્પોરેશનના પાપે મોટો ભૂવો પડ્યો હતો અને તેનો ભોગ નિર્દોષ મહિલાઓ બની હતી.
આ બંને મહિલાઓ શાકભાજી ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી અને ફૂટપાથ પર ઊભી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના સમયે આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ મહિલાઓને ભૂવામાંથી બહાર કાઢી તબીબી સારવાર માટે મોકલ્યા હતા.
ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ભુવો બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જમીન ધસી પડવાની આ ઘટના શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ સવાલ ઊભા કરે છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે એવી તો કેવી કામગિરી કરી કે સામાન્ય વરસાદમાં પણ ભુવા પડી ગયા છે. સ્થાનિક રહેવાસીઓએ માંગ ઉઠાવી છે કે શહેરમાં આવેલાં અન્ય વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને યોગ્ય પગલાં લેવાં જોઈએ જેથી આવી ઘટનાની પુનરાવૃતિ ટાળી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ