સુરત શહેર આજે મધ્યભાગમાં ત્રણ કલાક માટે થંભી ગયું, જાણો કેમ
આ ટ્રાફિક જામના પગલે 108 એમ્બ્યુલન્સને પણ ફસાવવાનો વારો આવ્યો હતો

આ ટ્રાફિક જામના પગલે 108 એમ્બ્યુલન્સને પણ ફસાવવાનો વારો આવ્યો હતો

આ ટ્રાફિક જામના પગલે 108 એમ્બ્યુલન્સને પણ ફસાવવાનો વારો આવ્યો હતો
સુરત શહેર આજે મધ્યભાગમાં ત્રણ કલાક માટે થંભી ગયું હતું. મજુરાગેટ થી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. મેટ્રોની કામગીરી ના પગલે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે જોકે આજે મોટો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં બે કિલોમીટરના વિસ્તારમાં એક પણ ટ્રાફિક પોલીસનો જવાન જોવા મળ્યો નહોતો. ટ્રાફિકના પગલે વાહન ચાલકોએ ફસાવાનો વારો આવ્યો હતો.
સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ ની કામગીરીના કારણે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવેલું છે. આ કામગીરીના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સતત જોવા મળે છે. રીંગરોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાના ટ્રાફિકજામ સર્જાતો હતો. જોકે આજે મજુરાગેટ થી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. રીંગરોડ ખાતે મેટ્રો ના પીલરને ઊભો કરવા માટેની કામગીરી દરમિયાન આ ટ્રાફિકજામ થઈ ગયો હતો.
બે કિલોમીટર વિસ્તારમાં સર્જાઈ ગયેલા આ ટ્રાફિકજામમાંથી વાહન ચાલકોને બહાર નીકળતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. મજુરા ગેટ થી રીંગરોડ સુધી આજે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બે કિલોમીટર વિસ્તારમાં આવતા બે બ્રિજ અને નીચેના રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ ટ્રાફિક જામના પગલે 108 એમ્બ્યુલન્સને પણ ફસાવવાનો વારો આવ્યો હતો.
મેટ્રોની કામગીરી ના પગલે આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામ થાય છે. આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય તેવું લાગી રહ્યું છે. નાનો ટ્રાફિક જામ હોય તો સમજ્યા પણ આ રીતના જ્યારે બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય ત્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસનો જવાન નજરે પડતો નથી. આજે આ સર્જાયેલા બે કિલોમીટરના ટ્રાફિક જામને દૂર કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસનો જવાન આવ્યો ન હતો. જેના પગલે લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.