ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીના 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ
સેટેલાઈટથી જમીન માપણી અને ક્રોપ સરવે કર્યો હોવાથી સરકારની પોલ ખુલી

રજિસ્ટ્રેશન રદ કરાતાં તુવેરનું વાવેતર કરતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

રજિસ્ટ્રેશન રદ કરાતાં તુવેરનું વાવેતર કરતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈ રાજ્ય સરકારના વિભાગોની લાલિયાવાડી બહાર આવી છે. સેટેલાઈટથી જમીન માપણી અને ક્રોપ સરવે કર્યો હોવાથી 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા છે. તુવેરના વેચાણ માટે કરાયેલું રજિસ્ટ્રેશન રદ થતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આગામી દિવસોમાં તુવેર ખરીદીનો વિવાદ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સેટેલાઈટથી ખેતરોમાં કરેલી જમીન માપણીની ભૂલોનો ભોગ રાજ્યના અનેક ખેડૂતો બન્યા છે. જમીન માપણીમાં થયેલી ભૂલોને સુધારવા માટે ખેડૂતો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેવામાં જમીન માપણીમાં થયેલી ભૂલના કારણે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરતાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા છે. ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી રદ થયેલા ખેડૂતોની તુવેરની ખરીદી કરી વહેલી તકે પૈસા જમા કરાવવા રજૂઆત કરી છે.
જૂનાગઢ જિલ્લામાં તુવેરના વેચાણ માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ થવા મામલે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ રાજ્ય સરકારની પોલ ખોલી નાખી છે. તેમણે જણાવ્યું કે, સરકારે કૃષિ પાકનો સેટેલાઇટ સરવે શરૂ કર્યો છે. પોતાના ખેતરના બદલે અન્ય ખેડૂતના ખેતરનો સરવે થયો હોવાનું સામે આવ્યુ છે. સેટેલાઈટથી જમીન માપણી દરમિયાન X ખેડૂતની જમીન Y ખેડૂતના નામે ચઢી ગઇ છે અને Y ખેડૂતની જમીન X ખેડૂતના નામે ચઢી ગઇ છે. X ખેડૂતે તુવેર વાવી છે. તેના ખેતરમાં તુવેર પણ છે પણ ક્રોપ સરવેમાં ભૂલ હોવાના કારણે ખેતર Y ખેડૂતનું દેખાતું હોવાથી સરકારની લાલિયાવાડી છતી થઈ છે.
સેટેલાઇટ સરવે કર્યો ત્યારે Y ખેડૂતના ખેતરમાં તુવેર હતી જ નહી. જ્યારે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા જૂનાગઢ રજિસ્ટ્રેશન કેન્દ્ર પર ખેડૂત જાય છે ત્યારે તમે તુવેરનું વાવેતર કર્યુ જ નથી તેવું કહેવામાં આવે છે. જેથી ખેડૂતોને વીલા મોંઢે પરત ફરવું પડે છે. આ ભૂલ સેટેલાઈટ ક્રોપ સરવેની હોવા છતાં ખેડૂતોને ભોગવવું પડી રહ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.