વિશ્વભરના ગુજરાતીઓનો ધબકાર...જય જય ગરવી ગુજરાત
આજે ગુજરાત રાજ્યનો 65મો જન્મ દિવસ

આજે ગુજરાત રાજ્યનો 65મો જન્મ દિવસ

આજે ગુજરાત રાજ્યનો 65મો જન્મ દિવસ
જય.. જય.. ગરવી ગુજરાત..જ્યારે બોલાય ત્યારે પ્રત્યેક ગુજરાતીનું માથુ ગર્વથી ઉંચુ થાય છે. ગુજરાતીઓના ધબકાર સમાન આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. બૃહદ મુંબઇ રાજ્યને વિભાજીત કરીને ભાષાના આધારે આજે બે રાજ્યોની સ્થાપના કરાઇ હતી ..ગુજરાત અને મહારાષ્ટ્ર..આજે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહા ગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી આખરે સરકારે 1લી મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા.
સમાચાર મેળવવા આજે જ અમારી WAHTSAPP ચેનલ સાથે જોડાવ
ગુજરાત સરકારે આજના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
વાસ્તવમાં 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. બૃહદ મુંબઇમાં પણ ત્યાર બાદ અલગ ભાષાના નામે અલગ રાજ્યની માગ ઉભી થવા લાગી. ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલન ચલાવ્યું હતું. મહા ગુજરાત આંદોલનની ચળવળ તો પહેલા વિદ્યાર્થીઓએ શરુ કર્યું હતું. અને તેનો વ્યાપ વધતા તે મહાગુજરાત આંદલનમાં ફેરવાયું હતું. જ્યારે આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા અને આંદોલન વધુ તેજ બનતાં તેમને માગ સ્વીકારવી પડી હતી.
ગુજરાતી ભાષા જ્યાં બોલાતી હતી તે ભાગને ગુજરાત અને મરાઠી ભાષા જ્યાં બોલાતી હતી તે ભાગને મહારાષ્ટ્ર નામ આપવામાં આવ્યું અને તે રીતે દેશમાં વધુ બે રાજ્યોનો ઉદય થયો હતો. કેન્દ્ર સરકારે 1960માં રાજ્ય પુનઃરચના કાયદો-1956ના આધારે મુંબઇ રાજ્યનું આ રીતે વિભાજન કર્યું હતું. 1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા હતા. શરુઆતમાં તો અમદાવાદ રાજ્યની રાજધાની હન્યું હતું અને પહેલા ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. રાજ્યમાં તે સમયે 17 જિલ્લા હતા
તમને જાણવું જરુરી છે કે મહાગુજરાત આંદોલને રાજ્યમાં ઉગ્ર બન્યું હતું. 8 ઓગસ્ટ, 1965ના દિવસે અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ લાલ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યાલયમાં અલગ રાજ્યની માગ સાથે પહોંચ્યા ત્યારે મોરારજી દેસાઇએ તેમને સાંભળ્યા ન હતા અને તેથી ઉગ્ર વિરોધ થયો હતો અને તેમાં પોલીસ કાર્યવાહીમાં 5થી વધુ વિદ્યાર્થીના મોત થયા હતા. તેના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. મહાગુજરાત આંદોલનમાં મહત્વના આંદોલનકારીઓમાં ઇન્દુલાલ યાજ્ઞિક (આંદોલનના નેતા), સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખાંભોળજા, દિનકર અમીન, રમણીકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી અને માર્કંડ શાસ્ત્રીનો સમાવેશ થાય છે. આંદોલનના મોટા ભાગના નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.