કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા
એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ; ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા, સુરતથી કુલ 5 લોકો ફરવા આવ્યા હતા

ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા

ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા
કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થતાં ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. સુરતના કુલ 5 લોકો ફરવા આવ્યા હતા. જે પૈકી ત્રણ લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુ:ખદ ઘટના સામે આવી છે. ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતદેહોનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે, તાપી નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો કોણ છે એ દિશામાં તપાસ ચાલુ છે. અત્યારસુધીની તપાસમાં મૃતકો સુરત શહેરમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.