રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજનું વેચાણ કરનારા 3 શખ્સો ઝડપાયા
મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને પ્રયાગરાજથી યુટ્યુબ ચેનલ ઓપરેટ કરવામાં આવતી હતી

ત્રણેય શખ્સો રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં રહી CCTV ફૂટેજ હેક કરાવતા હતા

ત્રણેય શખ્સો રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં રહી CCTV ફૂટેજ હેક કરાવતા હતા
સુરેશ વણોલ, અમદાવાદ
રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાન નિદાન કરતાં CCTV ફૂટેજનું વેચાણ કરનારા ત્રણ શખ્સોને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રના લાતુરથી 1, સાંગલીથી 1 અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. ત્રણેય શખ્સો રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સના સંપર્કમાં રહી CCTV ફૂટેજ હેક કરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ત્રણેય શખ્સો ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ બનાવી CCTV ફૂટેજનું વેચાણ કરતાં હતા. તે માટે તેઓ મોટી રકમ લેતા હોવાનું જાણવા મળ્યુ છે. રાજકોટની હોસ્પિટલમાંથી CCTV આઈપીના આધારે હેક થયા હોવાની સાયબર ક્રાઈમે સ્પષ્ટતા કરી છે. ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ગુજરાત પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે.
JCP શરદ સિંઘલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં સિંઘલે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ મળેલી મહત્વની મદદના પગલે આરોપીઓ સુધી પહોંચી શકાયુ છે. 3 મહિનાના CCTV IP ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ કરવામાં આવતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. લાતુરનો પ્રજ્વલ તેલી સાથે ફુલચંદ્ર ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ તેલી સંપર્કમાં હતો.
મહારાષ્ટ્રથી ટેલિગ્રામ ચેનલ અને પ્રયાગરાજથી યુટ્યુબ ચેનલ ચલાવવામાં આવતી હતી. પ્રયાગરાજમાં હાલકુંભનો મેળો ચાલી રહ્યો છે. તેમાં મહિલાઓના વીડિયો મેળવી વેચાણ કર્યા છે કે કેમ અંગે આરોપીઓના મોબાઈલ મેળવ્યા બાદ જાણ થશે. આરોપીઓના મોબાઈલથી ડિલિટ થયેલો ડેટા ભેગો કરીને તપાસ કરવામાં આવશે. શરદ સિંઘલે વધુમાં કહ્યુ હતુ કે, રાજકોટની હોસ્પિટલના CCTV જાન્યુઆરીમાં મેળવ્યા હતા. દેશની અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં CCTV હેક થયાની શક્યતા છે. હજી સુધી કોઇ હોસ્પિટલ સ્ટાફની મદદગારી સામે આવી નથી. એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી. ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને ઝડપી અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આરોપીઓ આવ્યા બાદ સમગ્ર કૌભાંડની ડિટેઇલ મળવાની શક્યતા છે. રાજકોટની હોસ્પિટલના CCTV મેળવવા ડિસેમ્બરથી પ્રયાસ કરતા હતા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં CCTV મેળવ્યા હતા.
રાજકોટની હોસ્પિટલમાં CCTV યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસમાં જાણવા મળ્યુ છે કે હોસ્પિટલના CCTV કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચાણ કર્યા હતા.
મહારાષ્ટ્રના લાતુરનો પ્રજ્વલ અશોક તૈલી MEGHA MBBS, ANDAMEN PRODUCTION નામની યુટ્યૂબ ચેનલ અને MEGHA DEMOS TELEGRAM GROUP બનાવનાર છે. આ ઉપરાંત મોલ, હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાના CCTV હેક કરાવતો હતો. મહારાષ્ટ્રના સાંગલીનો વ્રજ રાજેન્દ્ર પાટીલ નીટની તૈયારી કરે છે. તે DEMOS TELEGRAM GROUPનું રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર આપનાર તથા આ ગૃપમાં સબક્રિપ્શન માટે રૂપિયા લેતો હતો. તેણે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કર્યુ હતુ, જ્યારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ ફૂલચંદ CP Monda નામની યુટ્યૂબ ચેનલ બનાવી વીડિયો અપલોડ કરતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.