અડધો કલાકમાં 2 જિલ્લા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ
રાજકોટ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને ઇમેઇલથી ધમકી મળી

રાજકોટ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને ઇમેઇલથી ધમકી મળી

રાજકોટ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને ઇમેઇલથી ધમકી મળી
શુક્રવારે બપોરે માત્ર અડધો કલાકના ગાળામાં ગુજરાતમાં 2 જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમા દોડધામ છઇ ગઇ છે. આજે 3 વાગ્યાની આસપાસ પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જ્યારે ત્યાર બાદ તુરત જ રાજકોટ કલેક્ટર કચેરીને પણ આ જ પ્રકારની બોમ્બની ધમકી મળી છે.
બપોરના અઢી વાગ્યાના અરસામાં પાટણ અને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક પછી એક 2 જિલ્લામાં કલેક્ટર કચેરી જેવી મહત્વની સરકારી કચેરીઓને પ્રકારે બોમ્બથી ધમકી મળતા પોલીસ તંત્ર હચમચી ઉઠ્યું હતું.
બંને સ્થળે પોલીસની ટીમો તત્કાળ બોમ્બ સ્ક્વોર્ડ તથા ડોગ સ્કવોર્ડ લઇને પહોંચી ગઇ છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બોમ્બની ધમકીના પગલે બંને કલેક્ટર કચેરીના કર્મચારીઓ તથા મુલાકાતીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પોલીસે તત્કાળ બંને કચેરીને ખાલી કરાવી હતી અને ઉંચી તપાસ શરુ કરી હતી.
બંને જિલ્લામાં બોમ્બની ધમકી આપનારા વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. પાટણ અને રાજકોટમાં બોમ્બની ધમકી આપનારો એક જ વ્યકતિ છે કે પછી કોઇ અન્ય વ્યક્તિનો કારસો છે તે વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. મળેલી માહિતી મુજબ ઇમેઇલ દ્વારા આ બોમ્બની ધમકી અપાઇ છે. ક્યા ઇમેઇલ આઇડી પરથી આ ધમકી અપાઇ ચે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે ગુરુવારે વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસે આવેલી GIPCL(ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.) કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે મેલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.