હોળીના દિવસે વાતાવરણમાં આવશે પલટો, પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના
15 માર્ચ બાદ ગરમીથી મળશે લોકોને રાહત, 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

હોળીના દિવસે વાતાવરણમાં આવશે પલટો

હોળીના દિવસે વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં ધીમે પગલે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધતાં હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. અંબાલાલ પટેલે હોળીના તહેવારો દરમિયાન વાતાવરણને લઈને આગાહી કરી છે. હોળીના તહેવારો દરમિયાન પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની તેમજ 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હોળીના તહેવારો દરમિયાન ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી કરતાં લોકોને રાહત મળે તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ રાજ્યમાં ચાર દિવસ ગરમીથી રાહત નહીં મળે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. 15 માર્ચ બાદ ગરમીનું પ્રમાણ ઘટશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 34 થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. હોળીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હોળીના દિવસોમાં પવનની ગતિ 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 40 કિમી ઝડપે પવન ફૂંકાશે.
ઉનાળાની શરૂઆત સાથે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં 42, સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ પારો પહોંચવાની આગાહી કરી છે. આગામી બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત 9 જિલ્લામાં મંગળવારે બુધવારે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા છે. અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો. દાહોદ, ભુજ, સુરત અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતુ. એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં સામાન્ય કરતા 6.4 ડિગ્રી વધુ તાપમાન રહેશે. વર્ષ 2024ની તુલનામાં કાળઝાળ ગરમી 16 દિવસ વહેલી શરૂ થઇ છે. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો છે.
ઉત્તર ભારતમાં હોળી સુધી શિયાળાની અસર ઓછી થશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અનુભવ થશે. 14 માર્ચ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તર ભારત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હોળીના દિવસે હળવો વરસાદ થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.