સુરતમાં બે વર્ષનું બાળક ગટરમાં પડ્યું, 15 કલાક વીતવા છતાં કોઇ ભાળ નહીં
ફાયર વિભાગની ટીમો હવે મેપ અને મીની દોરી કેમેરાના આધારે કામગીરી કરી રહી છે.

120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ગટર ખુલ્લી હતી

120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ગટર ખુલ્લી હતી
સુરતના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. છેલ્લા 15 કલાકથી વધુનો સમય વીતવા છતાં હજુ સુધી બાળકનો કોઇ ભાળ મળી નથી.બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.
સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉ.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું. જોકે, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક મળી આવ્યું ન હોતું.
જોકે, બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા 15 કલાકથી વધુ ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બાળકનો કોઇ પત્તો લાગ્યો નથી.ફાયર વિભાગની ટીમો હવે મેપના આધારે કામગીરી કરી રહી છે. મીની દોરી કેમેરા સાથે પણ ફાયરના જવાનો કામગીરી કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.