બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા યુવકને સુરત લવાયો
પ્રત્યાર્પણ સંધિ મુજબ ગુજરાતી આરોપી યુવકને સુરત જેલમાં લવાયો

બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા યુવકને સુરત લવાયો

બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા યુવકને સુરત લવાયો
બ્રિટનમાં પોતાની મંગેતરની હત્યા કરનારા ગુજરાતી યુવકને પ્રત્યારોપણ દ્વારા સુરત લાવવામાં આવ્યો છે. આરોપીને બ્રિટનથી ગુજરાત લાવવાની આ પહેલી ઘટના છે . બ્રિટન સરકાર સાથેની સંધિ મુજબ આરોપીને સુરત લવાયો છે.
મળેલી માહિતી મુજબ બ્રિટનમાં રહેતા મુળ ગુજરાતી યુવક જીગુ સોરઠીયાની સગાઇ 21 વર્ષીય ભાવિુની નામની યુવતી સાથે થઇ હતી અને તે પણ તેની સાથે જ રહેતી હતી.
જો કે જીગુને તેની મંગેતર ભાવિની સાથે કોઇ કારણોસર બોલાચાલી થતાં તેણે 2020ના વર્ષમાં ચાકૂના ઘા મારીને હત્યા કરી હતી. બ્રિટનની લેસ્ટર કોર્ટમાં યુવક સામે ખટલો ચાલ્યો હતો અને અદાલતે તેની હત્યાને કૃર ગણાવીને તેને આજિવન કેદની સજા ફટકારી હતી.
જો કે બ્રિટનમાં 28 વર્ષની આજિવન કેદની સજા ભોગવી રહેલા જીગુને બ્રિટન અને ભારત વચ્ચેની સંધિ મુજબ ભારત ટ્રાન્સફર કરવામાં આવે તે માટે તેના પરિવારે માગ કરી હતી અને બંને દેશો વચ્ચે વાતચીત થયા બાદ આખરે જીગુનું પ્રત્યાર્પણ શક્ય બન્યું હતું અને બ્રિટનમાં 4 વર્ષની સજા ભોગવ્યા બાદ તેને બ્રિટનથી ભારતમાં લાવવામાં આવ્યો હતો. તેને લઇને બ્રિટીશ પોલીસ દિલ્હી આવ્યા બાદ તેને સુરત લવાયો હતો અને સુરત પોલીસને સોંપ્યો હતો. સુરત પોલીસે તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?