આજે રાજ્યના આ 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી લોકો અસહ્ય ગરમીને કારણે હેરાન થઇ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે.

રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો

રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી લોકો અસહ્ય ગરમીને કારણે હેરાન થઇ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉચકાયો છે. જ્યારે આજે એટલે કે 13મી માર્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. જ્યારે રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિર્ગીને પાર પહોંચ્યો છે.
ગરમીના પ્રકોપને કારણે લોકોને લુ લાગવાની સંખ્યામાં વઘારો જોવા મળે છે. ત્યારે તેનાથી બચવાના ઝડપી જાણીએ તેનાથી બચવાના ઉપાયો. જો અચાનક ખુજ જ માથુ દુખવા લાગે, એકદમથી ચક્કર આવે, શરીરની ચામડી ડ્રાય થવા લાગે, અને જો ઉલટી કે ઉબકા આવવા લાગે તો આ લક્ષણો લૂ લાગવાના હોય શકે છે, જો લૂ લાગે તો તત્કાલિક ઠંડક વાળી જગ્યાએ જવુ, પણ સીધુ એસીમાં ન જવું.શરીર પર ભીના પોતા મુકવા અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. ખુબ પ્રમાણમાં પાણી અને ઓઆરએસ પીવું.
ગરમીના સમયે ખોરાકમાં ખટાશ વાળી વસ્તુ જેવી કે લીંબુ, કેરી ખાવી,વધારે પાણી પીવું, શક્ય હોય તો મીઠા વાળું પાણી પીવું, કાચી ડુંગળી અને કેરીમાં મીઠુ અને ગોળ ભેળવીને ખાવું.
ગરમીમાં રસ વાળા ફલો જેવા કે દાડમ, ફાલસા, તરબૂસ, ટેટી, લીલી દ્રાક્ષ અને શેરડીનો રસ બને એટલો વધારે પ્રમાણમાં પીવો. તથા સાથે ORS ના પેકેટ રાખવા જેથી આકસ્મીક સંજોગોમાં તેનો ઉપયોગ કરી શકાય..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.