પ્રજાના 2 કરોડનો ધુમાડો
અમદાવાદના 191 કોર્પોરેટરો સ્ટડી ટુરના નામે ઠંડીમાં કાશ્મીર જશે

પ્રજાના 2 કરોડનો ધુમાડો

પ્રજાના 2 કરોડનો ધુમાડો
અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં સત્તાધારી પક્ષનો વિરોધ કરનારા કોંગ્રેસ, (AIMIM) સહિત ભાજપના 158 એમ કુલ 191 કોર્પોરેટરો કાતિલ ઠંડીમાં પણ શ્રીનગરની મોજ માણવા જશે. રુપિયા બે કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી સ્ટડી ટુરના નામે કરાશે. ભાજપના ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલે રાજીનામું આપ્યા પછી આ બેઠક ખાલી પડેલી છે.જેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના 48 વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બનેલા તમામ 191 કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટુરમાં મોકલવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કરતા કહ્યું કે, કલમ 370ની કલમ રદ કરાયા પછી ડે-નાઈટ હોલ્ટ સાથે શહેરના કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટૂરમાં મોકલવાની મંજૂરી અપાઈ છે.
અક્ષર ટ્રાવેલ્સ દ્વારા 18 ડિસેમ્બરથી મ્યુનિસિપાલિટીની બે અલગ અલગ કમિટીના સભ્યો અને સાથે એક અધિકારી એ મુજબ સ્ટડી ટુર ઉપર મોકલવામાં આવશે. આ ટુર માટે કોંગ્રેસ અને એમ.આઈ.એમ.ના કોર્પોરેટરોએ પણ તેમની સંમતિ આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ