VADODARA : શિવજી કી સવારીના ખર્ચાનો મુદ્દો અટવાયો ભાજપની રાજકીય હુંસાતુસીમાં
શિવજી કી સવારીનો ખર્ચો કોણ ઉઠાવે તે મુદ્દે વડોદરા ભાજપમાં જ 2 તડાં

શિવજી કી સવારીનો ખર્ચો કોણ ઉઠાવે તે મુદ્દે વડોદરા ભાજપમાં જ 2 તડાં

શિવજી કી સવારીનો ખર્ચો કોણ ઉઠાવે તે મુદ્દે વડોદરા ભાજપમાં જ 2 તડાં
વડોદરામાં દર વર્ષે મહાશિવરાત્રી પર્વે યોજાતી શિવજી કી સવારીના ખર્ચાના મુદ્દે વિવાદ શરુ થયો છે. વાસ્તવમાં 2023માં જ્યારે શિવજી કી સવારી અને તે સંલગ્ન યોજાયેલા કાર્યક્રમોનો ખર્ચો રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કાઢવાનો હતો પણ સરકારે ગ્રાન્ટ આપવાનો ઇન્કાર કરી દેતાં પાલિકાના કમિશનરે આ અંદાજીત 1 કરોડનો ખર્ચો ચૂકવવા સ્ટેન્ડિગ કમિટીમાં દરખાસ્ત કરી હતી. જો કે સ્ટેન્ડિગ કમિટીએ આ ખર્ચો કરવાની દરખાસ્તને મુલતવી રાખી દીધી હતી. હવે આ મામલે આજે બજેટની મંજૂરી આપવા માટે વડોદા કોર્પોરેશનની સામાન્ય સભા મળી ત્યારે ભાજપના જ પૂર્વ નેતાએ ભારે હોબાળો મચાવ્યો હતો. શિવજી કી સવારીના ખર્ચનો મુદ્દો હવે વડોદરા ભાજપના આંતરીક રાજકારણમાં અટવાઇ ગયો છે અને રાજકીય હુંસાતુસીમાં ફેરવાઇ ગયો છે. અંદરખાને ભાજપના જ કેટલાક આગેવાનો એમ કહીને આ ખર્ચાનો વિરોધ કરે છે કે કોર્પોરેશન માંડ પોતાનું પુરુ કરે છે તો ધાર્મિક કાર્યક્રમનો ખર્ચો કેવી રીતે ઉઠાવશે.
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા સ્ટેન્ડિગ કમિટીએ મોકલેલા કરદર વગરના બજેટને મંજૂરી આપવા આજથી શરુ થઇ છે. ત્રણ દિવસ માટે આ સભા યોજાશે અને તેના પર બજેટ પર ચર્ચા કરીને બજેટને મંજૂરી આપવામાં આવશે પણ સભા શરુ થઇ ત્યારે જ શિવજી કી સવારીનો મુદ્દો ઉઠ્યો હતો,
બજેટ બેઠકના પ્રારંભમાં ભાજપના પૂર્વ નેતાએ શિવજી કી સવારીના ખર્ચને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય બાબત નથી તેમ કહી ઉગ્ર રજૂઆત કરતા અન્ય સભ્યોએ તેમને ચેરમેનની બજેટની સ્પીચ આપે તે પછી બોલવા જણાવતા સામ-સામે આક્ષેપબાજી થઈ હતી.ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબચિયાએ ઉભા થઈ કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના ખર્ચનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે તે અયોગ્ય બાબત છે તેમ કહી વિરોધ કર્યો હતો.
અલ્પેશ લિંબચીયાએ સભામાં જણાવ્યું હતું કે શહેરમાં વર્ષ 2013 થી સવારી નીકળે છે ત્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે કોઈ મદદ કરવામાં આવતી હોય તે કરવામાં આવે છે પણ ગત વર્ષે નીકળેલી શિવજી કી સવારી પાછળ થયેલા ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ રકમ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ. સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલમાં કોર્પોરેશનને આ ખર્ચ ચૂકવી દેવો જોઈએ. આ સામે અન્ય કોર્પોરેટરોએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
ત્યારબાદ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધાર્મિક કાર્યક્રમો અંગેની ચર્ચા કરતા અન્ય સભ્યોએ શિવજીની સવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની સામે પૂર્વ વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યું કે માત્ર શિવજીની સવારી જ નહીં પરંતુ વડોદરાનું નામ ગરબામાં પણ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. ત્યારે ગરબાના આયોજકોને પણ મદદ કરવી જોઈએ તેમ કહેતા અન્ય ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો. શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોર્પોરેશન જો શિવજી કી સવારીનો ખર્ચો ઉઠાવે છે તો અન્ય ધાર્મિક બાબતોનો પણ ખર્ચો ઉઠાવવો જોઇએ.
ઉલ્લેખનિય છે કે ભાજપના સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલના ટ્રસ્ટ દ્વારા શિવજી કી સવારી કાર્યક્રમ યોજવામાં આવે છે પણ સુરસાગર તળાવ સ્થિત શિવજીની મૂર્તિની માલિકી વર્ષોથી કોર્પોરેશનની છે અને તેથી કોર્પોરેશન તેનો ખર્ચ ઉઠાવે છે પણ આ મામલે હવે વડોદરા ભાજપમાં રાજકીય હૂંસાતુસી શરુ થઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.