મેઘો અનરાધાર..વડગામમાં 8.6 ઇંચ, ધાનેરામાં 4 ઇંચ, ઇડરમાં 3 ઇંચ...
રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે ૧૨૪ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો-- ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બનાસકાંઠાથી લઈને જેતપુર સુધી ધોધમાર વરસાદ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!