ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બનાસકાંઠાથી લઈને જેતપુર સુધી ધોધમાર વરસાદ
બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. પાલનપુર, ડીસા, મહેસાણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોર ...

વરસાદ

વરસાદ
રાજ્યના ઉત્તર વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, જેતપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બની રહેલા વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.
બનાસકાંઠાના હાલ બેહાલ
પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં ભારે વરસાદ નોંધાયો છે. પાલનપુરના ડેરી રોડ અને જૂના બસ સ્ટેન્ડ નજીક વરસાદી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. ચાણક્યપુરી અને આનંદ નગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસુધી પાણી ભરાયા છે. પાલનપુર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે.
ડીસામાં સતત બીજા દિવસે વરસાદ
ડીસામાં વરસાદના કારણે રસ્તા નદી જેવા જોવા મળી રહ્યા છે. ત્રણ હનુમાન મંદિર નજીક વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ પાણી નિકાલની વ્યવસ્થાની તાત્કાલિક માંગ ઉઠાવી છે. રાજ્યના ઉત્તર વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, જેતપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બની રહેલા વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.
બનાસકાંઠાના હાલ બેહાલ
પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં ભારે વરસાદ નોંધાયો છે. પાલનપુરના ડેરી રોડ અને જૂના બસ સ્ટેન્ડ નજીક વરસાદી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. ચાણક્યપુરી અને આનંદ નગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસુધી પાણી ભરાયા છે. પાલનપુર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે.
ડીસામાં સતત બીજા દિવસે વરસાદ
ડીસામાં વરસાદના કારણે રસ્તા નદી જેવા જોવા મળી રહ્યા છે. ત્રણ હનુમાન મંદિર નજીક વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ પાણી નિકાલની વ્યવસ્થાની તાત્કાલિક માંગ ઉઠાવી છે.
મહેસાણામાં પવન સાથે વરસાદ
મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં દોઢ ઈંચ અને સતલાસણામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેતપુરમાં પણ સાર્વત્રિક વરસાદ
જેતપુરમાં પણ સવારે તીનબત્તી ચોક, ચાંદની ચોક, ફૂલવાડી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડી, જેતલસર, પેઢલા, મંડલીકપુર સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ
સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા ખેતીની કામગીરીમાં પણ રાહત જોવા મળી રહી છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં દોઢ ઈંચ અને સતલાસણામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેતપુરમાં પણ સાર્વત્રિક વરસાદ
જેતપુરમાં પણ સવારે તીનબત્તી ચોક, ચાંદની ચોક, ફૂલવાડી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડી, જેતલસર, પેઢલા, મંડલીકપુર સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ
સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા ખેતીની કામગીરીમાં પણ રાહત જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!