પહેલા સરકારના આંખ આડાકાન અને હવે કાર્યવાહી કરવાનું આશ્વાસન...
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં મોતનું તાંડવ: 10 શ્રમિકો ભડથું, ગેરકાયદે ધંધાનો ભોગ, DNAથી ખુલશે રહસ્ય!

બેદરકારીએ લીધો 21 નો જીવ

બેદરકારીએ લીધો 21 નો જીવ
ગઈ કાલે, 1 એપ્રિલ 2025ના રોજ, બનાસકાંઠાના ડીસા ખાતે એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના જીવ ગયા હોવાની દુઃખદ માહિતી સામે આવી છે. આજે, 2 એપ્રિલ 2025ના રોજ સવારે 10:50 સુધીમાં, મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના શ્રમિકોના મૃતદેહને તેમના વતન પહોચડાવા ડીસાથી રવાના કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા 10 મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા છે. જ્યારે 8 મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મૃત્યુ પામનારના પરિવારજનો ડીસા પહોચ્યા બાદ આ મૃતદેહોને પોલીસ પ્રોટેક્શન સાથે તેમના વતન રવાના કરવામાં આવશે. આ ઉપરાંત, બે મૃતદેહોની ઓળખ હજુ સુધી શક્ય બની નથી, જેના કારણે તેમને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. આ બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, અને ત્યારબાદ જ તેમને પરિવારજનોને સોંપવામાં આવશે.
આ સિવાય, ભાભર તાલુકાના એક શ્રમિકના મૃતદેહને ગઈ કાલે સાંજે તેના વતન રવાના કરવામાં આવ્યો હતો. બાકીના 8 વ્યક્તિઓ, જેઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનો ડીસા સિવિલ પહોંચે તેની રાહ જોવાઈ રહી છે, જે બાદ તેમના મૃતદેહોને પણ રવાના કરવામાં આવશે.
આ ઘટના અંગે બળવંતસિંહે જણાવ્યું હતું કે, "તમામ મુદ્દે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો કોઈ અધિકારીએ આ મામલે બેદરકારી દાખવી હશે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે." પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ ન હતું, જે આ દુર્ઘટનાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે.
આ ઘટનાએ ગેરકાયદેસર ફેક્ટરીઓ અને સુરક્ષા નિયમોના પાલનના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે, અને આગળની તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.