ધોરણ 10 નું ભાષાનું પ્રથમ પેપર પૂર્ણ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ
પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું અને તેમને ફૂલ, ચોકલેટ, પેન અને તિલક સાથે પ્રવેશ આપવામાં આવ્યો

ધોરણ 10 નું ભાષાનું પ્રથમ પેપર પૂર્ણ

ધોરણ 10 નું ભાષાનું પ્રથમ પેપર પૂર્ણ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે (27મી ફેબ્રુઆરી) રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ભાષાનું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રથમ પેપર ગુજરાતીનું હતું, જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રથમ પેપર અંગ્રેજીનું હતું. ગુજરાતીનું પેપર સરળ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. સરળ પ્રશ્નો જોઈને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આનંદિત થયા હતા.
આજે સવારે 9:15 વાગ્યે, તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું અને તેમને ફૂલ, ચોકલેટ, પેન અને તિલક સાથે પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ભાષાના પેપરમાં વ્યાકરણ સરળ હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો. એ ઉપરાંત નિબંધ અને એમ.સી.ક્યૂ. પ્રશ્નો પણ સરળ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાના અંતે હસતાં ચહેરા સાથે બહાર આવ્યા.
આજે બપોરે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ્સ વિષયની પરીક્ષા લેવામાં આવશે, જેનો સમય બપોરે 3:00 થી 6:15 પીએમ સુધી રહેશે. તેમજ ધોરણ 12ના સાયન્સ વિભાગમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા પણ બપોરે 3:00 થી 6:30 પીએમ સુધી હશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
આ વર્ષે કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી રહ્યા છે. આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટતા સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ સુધી થશે અને રાજ્યના 1661 પરીક્ષા કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ અને 50991 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે આ સંખ્યાઓ વધુ હતી, પરંતુ આ વર્ષે નવા કેન્દ્રોની સંખ્યા વધારી છે, તેમ છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાને કારણે 156 સ્કૂલ બિલ્ડિંગ અને 3303 બ્લોક ઘટ્યા છે.
પરીક્ષા વિશે કેટલીક મહત્વની માહિતી
• આ વર્ષે બોર્ડ પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે.
• આ સંખ્યામાં 76,46,30 છોકરાઓ અને 66,35,45 છોકરીઓ શામેલ છે.
• આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.
• ધોરણ 10 માં કુલ 89,2882 વિદ્યાર્થીઓ જોડાયા છે.
• ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 42,39,09 વિદ્યાર્થીઓ છે.
• ધોરણ 12ના સાયન્સ વિધાનમાં 11,13,84 વિદ્યાર્થીઓ પ્રવર્તી રહ્યા છે.
• પરીક્ષા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 87 ઝોનની રચના કરવામાં આવી છે.
• ગુજરાતમાં 1661 પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષાની યોજનાઓ થશે.
• રાજ્યની 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં પરીક્ષા લેવામાં આવશે.
• 50991 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થાનો આયોજન કરવામાં આવ્યું છે.
• 409 જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
• પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ નિમાયો છે.
• બોર્ડ દ્વારા 68 ફુલાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે.
• મુખ્ય ચાર શહેરોની જેલોમાં 113 કેન્દ્રીય પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.
• વર્ગ 1-2ના 1500થી વધુ અધિકારીઓ પરીક્ષા વ્યવસ્થામાં જોડાયેલા છે.
• બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 માટે કુલ 6251 દિવ્યાંગ વિદ્યાર્થી ઉતરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.