TET-TAT પાસ ઉમેદવારોના પડતર માગ સાથે ગાંધીનગરમાં ધામા, લડી લેવાના મૂડમાં
છેલ્લા બે વર્ષથી અટકી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ધીમી ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોમાં ભારે નારાજગી

ઉમેદવારોના પડતર માગને લઈ ગાંધીનગરમાં ધામા

ઉમેદવારોના પડતર માગને લઈ ગાંધીનગરમાં ધામા
ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોને તેમના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરવાની ચીમકી આપી છે. આજે, સોમવારે (24મી ફેબ્રુઆરી), આ ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આંદોલનમાં જોડાવા માટે પહોંચતા જોવા મળી રહ્યા છે. આને લઈ સત્યાગ્રહ છાવણીમાં છાવણીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે, આ ઉમેદવારો સોશિયલ મીડિયા પર વિડિઓ પોસ્ટ કરી, લોકોને હાજર રહેવા માટે અપીલ કરી છે.
ઉમેદવારોની મુખ્ય માંગ છે કે, છેલ્લા બે વર્ષથી અટકી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ધીમી ગતિએ ચાલી રહી ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વખતે, TET-TAT પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડીને સચોટ ન્યાય મેળવવા માટે તૈયારીઓ કરી રહી છે. આજે, તેઓ ગાંધીનગરમાં રેલી કાઢી આંદોલનને તીવ્ર બનાવશે.
વિદ્યા સહાયક અને TAT પરીક્ષાનું વિલંબ:
આમ તો, રાજ્ય સરકારે એપ્રિલ 2023માં વિદ્યા સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી, અને જૂન અને સપ્ટેમ્બર 2023માં TAT(S) અને TAT(HS)ની દ્વિસ્તરીય પરીક્ષા યોજાઈ હતી. પરંતુ આ પરીક્ષાનું પરિણામ ન થવા અને ભરતી પ્રક્રિયાના વિલંબથી, 24,700 શિક્ષક જગ્યા માટેની ભરતીમાં ધીમી ગતિ અને વિલંબના કારણે ઉમેદવારોમાં ગંભીર રોષ છે. આ ભરતી પ્રક્રિયાની અસરશીલી અને ઝડપી પારંપારીક પ્રક્રિયા માટે ઉમેદવારો મથામણ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ન્યાયની માંગ:
ઉમેદવારોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને તેઓના પ્રશ્નો પર ખાનગી રસ દાખવવા અને ન્યાય આપવાની માંગ કરી છે. તેઓ કહે છે કે, "સમયસર ન્યાય ન મળે એ સૌથી મોટો અન્યાય છે." ઘણા ઉમેદવારો માટે, તેમની વય મર્યાદા અને પરિવારીક દૃષ્ટિએ દબાણના કારણે તેઓ લંબિત પરીક્ષાઓમાં ભાગ લેતા અટકી ગયા છે.
ગાંધીનગરમાં રાજ્યભરના TET-TAT પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉમેદવારો પોતાની પાંચ પડતર માંગણીઓ માટે લાંબા સમયથી લડત આપે છે, પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા વિરોધ કરવામાં આવ્યો.
પાંચ પડતર માંગણી
1. શિક્ષણ સહાયક (ધોરણ 9 થી 12) માટેનું PML અને DV શેડ્યૂલ જાહેર કરો:
ઉમેદવારોની પ્રથમ માંગણી છે કે શિક્ષણ સહાયક માટે PML (પ્રાથમિક મેરિટ લિસ્ટ) અને DV (દસ્તાવેજ ચકાસણી) નું શેડ્યૂલ તાત્કાલિક જાહેર કરવામાં આવે. અત્યારે પણ અનેક ઉમેદવારો નિમણૂક માટે રાહ જોઈ રહ્યા છે.
2. ધોરણ 1થી 8 વિદ્યા સહાયક માટે કેટેગરી અને વિષયવાર જગ્યાઓની યાદી
ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે વિદ્યા સહાયક માટે વિષય મુજબની જગ્યાઓ જાહેર કરવામાં આવે જેથી તેમને સ્પષ્ટતા મળી રહે.
3. જૂના શિક્ષકો અને આચાર્યોની ખાલી પડતી જગ્યાઓનો સમાવેશ:
રાજ્યમાં અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યોની બદલી કેમ્પ બાદ ખાલી પડતી જગ્યાઓને ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં વધારા રૂપે સામેલ કરવા માંગ કરી રહી છે.
4. ગત વર્ષે મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકની જગ્યાઓનો સમાવેશ:
2750 વિદ્યા સહાયકની જગ્યાઓ ગત વર્ષે મંજૂર થયેલી હતી, પણ હજુ સુધી તેની નિમણૂક કરવામાં આવી નથી. આ જગ્યાઓને ચાલુ ભરતીમાં વધારા રૂપે સામેલ કરવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
5. ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો વહેલામાં વહેલી તકે આપવું:
ઉમેદવારોની અંતિમ માંગણી છે કે ઉનાળુ વેકેશન પહેલાં તબક્કાવાર રીતે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નિમણૂક પત્રો અપાવા જોઈએ.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાનું નિવેદન
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ નિવેદન આપ્યું કે, “24700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમુક કારણોસર આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે, જેમાં આચારસંહિતાનું પણ કારણ છે. સરકાર દ્વારા જે કમિટમેન્ટ આપવામાં આવ્યું છે તે મુજબ ભરતીની પ્રક્રિયા થશે જ. ઉમેદવારોએ કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવું જોઈએ.”
આંદોલનને લઈને લઈ રાજકીય ચર્ચા તેજ બની છે. આંદોલન માત્ર રાજકીય દબાણ છે કે ઉમેદવારોની વાસ્તવિક માંગણીઓ છે? સ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.