સ્વરુપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે લીધા શપથ
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ

સ્વરુપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે લીધા શપથ

સ્વરુપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે લીધા શપથ
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના સ્વરુપજી ઠાકોરે આજે ધારાસભ્ય તરીકેના શપરથ લીધા હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં શપથ લીધા હતા.
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે વિજેતા બન્યા બાદ તાજેતરમાં આ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વિજેતા બન્યા હતા.
સ્વરુપજી ઠાકોરે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના કાર્યાલયમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. શપથ લીધા બાદ સ્વરુપજી ઠાકોરે જણાવ્યું કે મારા મત વિસ્તારના અઢારેય વર્ણના લોકોની મહેનતથી મારી જીત થઈ છે અને હું હવે શપથ વિધિ બાદ મારા વિસ્તારમાં સિંચાઇના પાણીના પ્રશ્નને હલ કરવાનો પ્રયાસ કરીશ
હવે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ છે જ્યારે કોંગ્રેસના 12 તથા આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. અપક્ષ 2, સમાજવાદી પાર્ટી 1 અને વિસાવદર વિધાનસભાનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હોવાથી હજુ ખાલી રહી છે. વિધાનસભાની કુલ બેઠકો 182 છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ