આવા સાધુઓને હાંકી કાઢો, સુરતમાં સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિના દેખાવો
જલારામ ધામના ગાદી પતિ રઘુરામરામ બાપા અને પરિવારે વેપારીઓને અપીલ કરી

જલારામ ધામના ગાદી પતિ રઘુરામરામ બાપા અને પરિવારે વેપારીઓને અપીલ કરી

જલારામ ધામના ગાદી પતિ રઘુરામરામ બાપા અને પરિવારે વેપારીઓને અપીલ કરી
જલારામ બાપા અંગે કરવામાં આવેલા ટિપ્પણીનો મુદ્દો ગરમાયો છે ત્યારે વિરપુર જલારામ ધામના ગાદી પતિ રઘુરામરામ બાપા અને પરિવારે ઉદારતા ભર્યો નિર્ણય કર્યો છે. ગાદિ પતિ રઘુરામ બાપા અને પરિવારે વેપારીઓને અપીલ કરીને આવતીકાલે સવારથી વેપાર ધંધા રોજગાર ખોલવા જણાવ્યું છે.
બીજી તરફ આ મુદ્દો હવે રાજ્યભરમાં ગરમાયો છે. જલારામ બાપા પર વિવાસ્પદ નિવેદન અને સ્વામીના અશ્લીલ વિડીયો બહાર આવવાના મામલે શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
સુરતમાં યોજાયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાસ્પદ ફોટા લઈ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું કે આવા કૃત્યો કરનારા સાધુ ની સંપ્રદાય માં જરૂરી નથી અને આવા સાધુઓને હાંકી કાઢવા માંગ કરી હતી.
ઉલ્લેખનિય છે કે શ્રી જલારામબાપા વિષે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલે રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કર્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ જલારામબાપાને આર્શીવાદ આપી કાયમી ભંડારો ભરેલો રહશે તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ કર્યું હતું. આ નિેવદન બાદ રઘુવંશી સમાજ તેમજ જલારામબાપાના ભક્તોમાં રોષ જોવા મળ્યો છે તો વિરપુર પંથકના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે આજે વીરપુર ખાતે ખાસ બેઠક પણ મળી હતી જેમાં 24 કલાકમાં જ્ઞાનપ્રકાશ વીરપુર આવીને માફી માગે તેવી માંગ કરવામાં આવશે. બીજી તરફ સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં PDF શેર કરવામાં આવી છે. જેમાં સંતશ્રી જલારામ બાપાના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા હતા.પીડીએફમાં જણાવાયું છે જલારાબ બાપાને શત શત વંદન, સત્યને સમજનારા સજ્જનોને ખાસ ભલામણ તથા એમ પણ જણાવાયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવાનું કાવતરું કરનારને જલારામ બાપા માફ કરે તેવી પ્રાર્થના
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.