સાવધાન! ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ગયા
લવિશ ચૌધરીનો ખાસ માણસ સોમપુરી ગોસ્વામી જેલભેગો; 18 વિદેશ પ્રવાસનો ખુલાસો

ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ગયા

ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ગયા
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગના નામે કરોડોની છેતરપિંડી આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના એક મહત્વના સાગરીત સોમપુરી કિશનપુરી ગોસ્વામીની વડોદરાના બિલ ગામથી ધરપકડ કરી છે.
આ ઠગે સુરતના એક વેપારીને દર મહિને 5 થી 6 ટકા નફાની લાલચ આપી કુલ ₹56.92 લાખ પડાવી લીધા હતા.
કોણ છે માસ્ટરમાઈન્ડ લવિશ ચૌધરી?
તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી સોમપુરી માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં દુબઈમાં બેઠેલા કુખ્યાત ઠગ લવિશ ચૌધરીનો અત્યંત વિશ્વાસુ સાગરીત છે. લવિશ ચૌધરી એ જ વ્યક્તિ છે જેના પર અગાઉ ED દ્વારા 400 કરોડ રૂપિયા ફ્રીઝ કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સોમપુરી રાજસ્થાનમાં એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન લવિશના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારથી ભારતમાં તેનું નેટવર્ક સંભાળતો હતો.
મોડસ ઓપરેન્ડી
ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, આ ગેંગ મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી તેમને દુબઈ કે થાઈલેન્ડના પ્રવાસે લઈ જતી હતી. ત્યાં ફાઈવ સ્ટાર હોટલોમાં મોટી ઈવેન્ટ્સ યોજીને કંપનીની આંતરરાષ્ટ્રીય સફળતાનું ખોટું ચિત્ર ઉભું કરવામાં આવતું હતું.
સુરતના વેપારીને પણ 'BOTALPHA.ME' નામની વેબસાઈટ પર રોકાણ કરાવી 'TLC Coin' આપવાની લાલચ અપાઈ હતી. સોમપુરીને આ કામ માટે દર મહિને ₹1.50 લાખનું કમિશન મળતું હતું.
સાયબર સેલની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આરોપીએ જે બેંક ખાતાઓમાં પૈસા મંગાવ્યા હતા, તેની સામે દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 50 ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં ₹10.02 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.
સોમપુરી અગાઉ રેસ્ટોરન્ટ ચલાવતો હતો, પરંતુ કોવિડકાળમાં ધંધો ઠપ થતા તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. આ દરમિયાન તે રાજસ્થાનના દીપક ગોસ્વામીના સંપર્કમાં આવ્યો, જેણે તેની મુલાકાત લવિશ ચૌધરી સાથે કરાવી હતી. 2023થી અત્યાર સુધીમાં સોમપુરીએ દુબઈ અને બેંગકોકની 18 ટ્રીપ કરી લવિશનો વિશ્વાસ જીતી લીધો હતો.
હાલ સુરત પોલીસ નાસતા ફરતા આરોપી દીપક ગોસ્વામી અને લવિશ ચૌધરીના અન્ય ભારતીય એજન્ટો સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.