ગુજરાતના સાંસદોની સંપત્તિમાં આભને આંબતો ઉછાળો
ADRનો ચોંકાવનારો ખુલાસો: 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકત 33.13 કરોડ થઈ

ADR રીપોર્ટમાં થયા મોટા ખુલાશા

ADR રીપોર્ટમાં થયા મોટા ખુલાશા
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા વર્ષ 2014 થી 2024 દરમિયાન સતત ચૂંટાયેલા સાંસદોની આર્થિક સ્થિતિ પર એક મહત્વપૂર્ણ વિશ્લેષણાત્મક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં 102 સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં દેશના જનપ્રતિનિધિઓની મિલકતમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
મિલકતમાં અધધ વધારો: આંકડાકીય વિશ્લેષણADRના અહેવાલ મુજબ, 2014માં જે સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ રૂપિયા હતી, તે 2024 સુધીમાં વધીને 33.13 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
છેલ્લા 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં 17.36 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, સાંસદોની મિલકતમાં સરેરાશ 110% નો જંગી વધારો થયો છે.
વર્ષ 2019માં આ સરેરાશ મિલકત 24.21 કરોડ રૂપિયા હતી, જે 2024માં વધુ વધીને 33.13 કરોડ થઈ છે.
સમગ્ર દેશમાં મિલકત વધારાની બાબતમાં મહારાષ્ટ્રના સાંસદ શ્રીમત ઉદયનરાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે પ્રથમ સ્થાને છે. તેમની મિલકત 2014માં 60 કરોડ હતી જે વધીને 2024માં 162 કરોડ થઈ છે (268% વધારો).
ગુજરાતના સાંસદોની સ્થિતિ: ગુજરાતમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમની મિલકતમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. 2014માં તેમની મિલકત આશરે 17.43 કરોડ હતી, જે 2024માં વધીને 147.70 કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમની મિલકતમાં 130 કરોડ રૂપિયાનો (747%) તોતિંગ વધારો થયો છે
બીજી તરફ, નવસારીના સાંસદ સી. આર. પાટિલની મિલકતમાં ઘટાડો જોવા મળ્યો છે. 2014માં તેમની મિલકત આશરે 74.47 કરોડ હતી, જે 2024માં ઘટીને 39.49 કરોડ થઈ છે, જે મિલકતમાં 47% નો ઘટાડો સૂચવે છે.
ગુજરાતના અન્ય સાંસદોની વિગતોઅહેવાલ મુજબ ગુજરાતના અન્ય રિપીટ થયેલા સાંસદોની મિલકતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે:
વિનોદ ચાવડા (કચ્છ): તેમની મિલકત 56 લાખથી વધીને 7.09 કરોડ થઈ (1163% વધારો).
પ્રભુભાઈ વસાવા (બારડોલી): મિલકત 1.59 કરોડથી વધીને 4.70 કરોડ થઈ (195% વધારો).
જસવંતસિંહ ભાભોર (દાહોદ): મિલકત 1.96 કરોડથી વધીને 4.84 કરોડ થઈ (146% વધારો).
રાજેશભાઇ ચુડાસમા (જુનાગઢ): મિલકત 74 લાખથી વધીને 3.34 કરોડ થઈ (349% વધારો).
દેવસિંહ ચૌહાણ (ખેડા): મિલકત 94 લાખથી વધીને 3.49 કરોડ થઈ (271% વધારો).
ADR દ્વારા રજૂ કરવામાં આવેલો આ ડેટા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા અધિકૃત સોગંદનામા પર આધારિત છે. આ વિશ્લેષણ સ્પષ્ટપણે સૂચવે છે કે લોકશાહીમાં જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં સામાન્ય પ્રજાની તુલનાએ અનેકગણો વધારો થઈ રહ્યો છે. આ અહેવાલ મતદારોને તેમના પ્રતિનિધિઓની આર્થિક પ્રગતિ વિશે પારદર્શક માહિતી પૂરી પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.