વિવાદિત કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાશે
વિવાદિત કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ, અન્ય અધિકારીઓ EDના રડારમાં

ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ

ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ
રૂ. 1500 કરોડની જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઇડી દ્વારા કલેક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તેજ બની છે, ત્યારે કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારના આદેશને પગલે સામાન્ય વહીવટ વિભાગ ગમે તે ઘડીએ કલેક્ટરને સસ્પેન્ડ કરી શકે છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ આગળ વધી રહી છે અને હજુ ઘણા ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી મળેલી હિસાબની ડાયરી, ડિજિટલ પૂરાવા અને અન્ય દસ્તાવેજોની તપાસ ચાલુ છે. ખેતીની જમીન અને અન્ય મિલકતોની તપાસનો ધમધમાટ ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એન.એ. (નોન-એગ્રીકલ્ચર) કૌભાંડમાં ઇડીએ 2 જાન્યુઆરીએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ઇડીની તપાસમાં કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલમાં પીડીએફ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. આ દસ્તાવેજોની એફએસએલ તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા પાસેથી વોટ્સએપ ચેટ સહિત હિસાબની યાદી મળી આવી છે, જેની તપાસ ચાલુ છે. આ દસ્તાવેજોમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફ્લેટ ધરાવે છે, જેનું ભાડું તેમની માતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. તેમણે સરકારી પોર્ટલમાં સ્થાવર મિલકત અને ખેતીની જમીન દર્શાવી છે, પરંતુ ખેતીની આવક સહિત અન્ય માહિતી EDથી છુપાવી હતી. EDએ પૂર્વ કલેક્ટરની ખેતીની જમીન ઉપરાંત તમામ મિલકતોની તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે, NAની ફાઇલોમાં કમિશનની 50 ટકા રકમ કલેક્ટર લેતા હતા. બાકીનો હિસ્સો અન્ય અધિકારીઓ વહેંચી લેતા હતા. ડાયરીમાં અત્યાર સુધી રૂ. 10 કરોડ લીધા હોવાનો ઉલ્લેખ છે. હવે એફએસએલની તપાસમાં વધુ ખુલાસા થશે. EDના રિપોર્ટ અને આરોપોના આધારે કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી માટે ગાંધીનગરમાં તૈયારીઓ ચાલુ છે.
તાજેતરના અપડેટ્સ અનુસાર, ડૉ. પટેલને 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તપાસમાં ડેપ્યુટી મમલતદાર ચંદ્રસિંહ મોરી સહિત અન્ય અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે. તપાસમાં 800 જેટલી અરજીઓમાંથી રૂ. 10 કરોડથી વધુની લાંચના પુરાવા મળ્યા છે. હજુ સસ્પેન્શનની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ તેની અપેક્ષા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.