સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લુંટ વીથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે.સોમવારે રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ ચાર લુંટારૂઓ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પોતાનો બચાવ કરતાં એક લુટારુએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લુંટની ઘટનાને અંજામ આપી ચારેય લૂંટારૂઓ ત્યાંથી ભાગ્યા હતા.એક લૂંટારાને ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સુરત શહેરમાં ધમધમતા વિસ્તારમાં લૂટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ ભાગી છૂટેલા ત્રણ લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.અશ્વિન રાજપરાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું.
ચાર લુંટારૂઓએ બે રાઉંન્ડ ફાયરિંગ કરી લૂટનો પ્રયાસ કર્યો :
માહિતી અનુસાર,ચાર લૂંટારુઓ શ્રીનાથજી જવેલર્સ શો રૂમમાં લૂટના ઈરાદે આવ્યા હતા. દુકાનની અંદર હાજર આશિષભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતાં જ લૂંટારુઓમાંથી એક આરોપીએ આશિષભાઈ પર બે રાઉંન્ડ ફાયરિંગ કરી હતી. ફાયરિંગ કરતાં આશિષ ભાઈને છાતીના ભાગમાં વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.સારવાર અર્થે સચિન હોસ્પિટલ અને ત્યાર બાદ એપલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. આશિષ ભાઈ જવેલરી શોપના ઓનર છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે.

લૂંટ વીથ મર્ડરના ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી CCTVમાં કેદ થયા:
લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતાં હતા.આ સમગ્ર ઘટના પાસના વિસ્તારમાં લાગેલા CCTV માં કેદ થયા હતા. CCTV ફૂટેજના આધારે એક આરોપી દીવાલ કૂદીને ભાગતો નજરે પડ્યો હતો.તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા નજરે પડ્યા હતા. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો પણ તેમની પાછળ દોડી રહ્યા હતા. તે સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.

એક આરોપી લોકોના હાથમાં આવતા ઢોર માર માર્યો :
લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓ માંથી એકને ઘટના સ્થળેથી જ લોકોએ તેને પડી પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને ઢોર માર માર્યો હતો. જેના કારણે આરોપીને માથાના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક આરોપીને હાથમાં લૂટની બેગ નજરે પડી હતી. પોલીસના અનુમાન મુજબ, આ બેગમાં લૂટની જવેલરી હોય શકે, તપાસ કરતાં સામે આવ્યું છે, કે લુંટારૂઓએ 2 બેગમાં જવેલરી ભરી હતી. જેમાંથી એક શોપ ની અંદર જ રહી ગઈ હતી. અને બીજી બેગ આરોપી લઈને નાસી છૂટયા હતા.
ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી :
આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલએ જણાવ્યું હતું,કે ઘટના સ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થઈ હતી. જેમાંથી એક આરોપી પકડાઈ ગયો છે.અને હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અને જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.