ગુજરાતમાં લાંચ અને તોડ મામલે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો અવ્વલ
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકી સામે 5 લાખની ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ

સુરતમાં લાંચ અને તોડ કેસમાં છેલ્લાં 8 વર્ષમાં 9 કોર્પોરેટરો અથવા તેમના સંબંધીઓ પકડાયા

સુરતમાં લાંચ અને તોડ કેસમાં છેલ્લાં 8 વર્ષમાં 9 કોર્પોરેટરો અથવા તેમના સંબંધીઓ પકડાયા
સુરેશ વણોલ, અમદાવાદ
સુરતના લાલગેટ લાલમીયાં મસ્જીદ પાસે બાંધકામ કરતા સૈયદપુરાના બિલ્ડરને સાઈટ પર જઈ ફોટા પાડી બાંધકામ ગેરકાયદે છે તેમ કહી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકીએ રૂપિયા 5 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે. બિલ્ડરે પૈસા આપવાની ના કહેતા ઈમરાન સોલંકીએ પૈસા પડાવવા મનપામાં સતત અરજી કરે રાખી હતી. ત્યારે ગુજરાતમાં લાંચ અને તોડ મામલે સુરત મનપાના કોર્પોરેટરો અવ્વલ હોવાનું સામે આવ્યુ છે. છેલ્લાં 8 વર્ષમાં 9 કોર્પોરેટરો અથવા તેમના સગા સંબંધીઓ લાંચ લેતા પકડાયા છે.
સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે બિલ્ડર તોસિફ માસ્ટરે લાલગેટ લાલમીયાં મસ્જીદ પાસે બાંધકામ શરૂ કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકીએ સ્થળ ઉપર આવી બાંધકામના ફોટા પાડી ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનું કહી રૂપિયા 5 લાખ આપવાની માગણી કરી હતી.
પાંચ લાખ નહી આપે તો બાંધકામ તોડાવી નાખવાની ચીમકી આપી હતી. બિલ્ડરે પૈસા આપવાની ના પાડતાં ઈમરાન સોલંકીએ મનપામાં બાંધકામ અંગે અરજીઓ કરી હેરાનગતિ ચાલુ રાખી હતી. બિલ્ડરે ઈમરાન સોલંકી સામે ફરિયાદ કરતાં લાલગેટ પોલીસે રૂપિયા 5 લાખ ખંડણી માગવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં લાંચ લેવા મામલે સુરતના કોર્પોરેટરો અવ્વલ...
સુરતમાં છેલ્લાં 8 વર્ષમાં 9 કોર્પોરેટરો અથવા તેમના સગા સંબંધી લાંચ લેતા ઝડપાયાના કિસ્સા છે. જેમાં ભાજપના 4, કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2018થી અત્યાર સુધી 9 કોર્પોરેટરો અથવા તેમના સંબંધી લાંચ લેતા ઝડપાયા છે. ગેરકાયદે બાંધકામ, કોન્ટ્રાક્ટર કે અન્ય કામગીરી માટે લાંચ લીધી હોવાની ફરિયાદ છે. હેરાનગતિના ડરથી લોકો અથવા કોન્ટ્રાક્ટરો ફરિયાદ કરતા ડરતા હતા. તમામ કોર્પોરેટરો ગેરકાયદે બાંધકામ ડીમોલેશન નહિ કરવા મામલે અથવા રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિને નજર અંદાજ કરવા મામલે લાંચની માગણી કરતા હોવાનું સામે આવ્યું છે.
ક્યાં કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા હતા?
1.વર્ષ 2018માં વોર્ડ નં-25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા
2.વર્ષ 2018માં વોર્ડ નં-11ના ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરા 55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
3.વર્ષ 2019માં વોર્ડ નં-8ના ભાજપનાં કોર્પોરેટર જયંતિ ભંડેરી 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
4.વર્ષ 2019માં વોર્ડ નં-18ના કોંગ્રેસના કોર્પોરેટર લીલા સોનવણે 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
5.વર્ષ 2019માં વોર્ડ નં-18નાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
6.વર્ષ 2020માં વોર્ડ નં-18ના કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલ 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
7.વર્ષ 2024 માં વોર્ડ નં-16 ના AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વોર્ડ નં-17 ના કોર્પોરેટર વિપુલ સુહાગિયા 10 લાખની ડિમાન્ડ કરવાના કેસમાં ઝડપાયા હતા.
8. વર્ષ 2025માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકી સામે રૂપિયા 5 લાખ ખંડણી માગવાની ફરિયાદ નોંધવામાં આવી
બે દાયકા અગાઉ સુડાના ચેરમેન 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા...
સુરતમાં રાજકારણી લાંચ લેતા ઝડપાયા હોય તેવો પહેલો મોટો કિસ્સો વર્ષ 2001માં બન્યો હતો. સુડાના ચેરમેન અરવિંદ ગોદીવાલા 5 લાખ રૂપિયાની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ ભાજપના સિનિયર કોર્પોરેટર વીણા જોશી પણ લાંચ કેસમાં ઝડપાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.