સુરત: શિવશક્તિ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ 44 કલાક બાદ કાબુમાં
શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાની માલમત્તીને નુકશાન થયું છે અને ઘણા વેપારીઓને નુકસાન વેઠવાનો

આગ 44 કલાક બાદ કાબુમાં

આગ 44 કલાક બાદ કાબુમાં
સુરત: શહેરના જાણીતા શિવશક્તિ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગના કારણે અનેક દુકાનો તેમજ માલસામાન નષ્ટ થયો છે.. આગ પર કાબુ મેળવવા માટે સુરત ફાયર વિભાગ, સહિત અન્ય ઇન્ડસ્ટ્રીયલ ફાયર લાશ્કરો, જેમ કે રિલાયન્સ, ક્રિભકો, ONGC, અને હજીરા સહિત વિવિધ નિષ્ણાતોની ટીમ દ્વારા સતત 44 કલાક સુધી કડી મહેનતને અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.
આગના ઘટનાની માહિતી બુધવારે વહેલી સવારે 6 કલાકે સુરત ફાયર વિભાગને મળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ત્વરીત પોતાનો તમામ સ્ટાફ માર્કેટ પર દોડાવ્યો હતો. છતા પણ સુરત ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓના ફાયર ફાઈટરોને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં 44 કલાકનો સમય લાગ્યો હતો. આગની ગંભીર બનતી ઘટનામાં અંદાજે 35 થી વધુ ફાયર ગાડીઓ અને 150 થી વધુ ફાયર વિભાગના જવાનોનું યથાવત કામગીરી ચાલી રહી હતી.
આગની ગતિએ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું હતું જે પાછળ મુખ્ય કારણ શિવશક્તિ માર્કેટના ટોપ ફ્લોર પર ગેરકાયદે દુકાનો અને પતરાના શેડ્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને જેના કારણે માર્કેટમાં લાગેલી આગે વધુ વિકરાળ બની સ્વરુપ ધારણ કર્યું હતું. જેને કારણે ઉપરના માળ સુધી પહોચવા માટે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવી પડી હતી. સતત પાણીનો મારો ચલાવતાં 44 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો.
શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાની માલમત્તીને નુકશાન થયું છે અને ઘણા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ બાદ સ્ટ્રક્ચર નબળું પડ્યુ હોવાના કારણે, આ ઘટનાને પગલે માર્કેટનો સંરચનાત્મક મજબૂતી અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને જિલ્લાની વહીવટીતંત્ર દ્વારા સંરચનાને તોડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ ઘટનામાં ફાયર વિભાગના જવાનોની મહેનત અને અન્ય તંત્રના નિષ્ણાત લાશ્કરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી, જેના માટે સમગ્ર ટીમને શ્રેષ્ઠ અભિનંદન આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.