સુરત: પામોલીન તેલમાંથી બનતું નકલી પનીર ઝડપાયું
સુરત SOG અને ફૂડ વિભાગનો પાંડેસરામાં દરોડો, 1400 કિલો ઝેરી પનીર સાથે એક શખ્સની ધરપકડ

નકલી પનીર કૌભાંડ

નકલી પનીર કૌભાંડ
સુરત શહેરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે સુરત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. પાંડેસરા વિસ્તારમાં ધમધમતા એક નકલી પનીર બનાવવાના કારખાના પર સુરત એસઓજી (SOG) અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પામોલીન તેલ અને જોખમી એસિડના મિશ્રણથી પનીર બનાવી લોકોના જીવ જોખમમાં મૂકનાર સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે.
હાઈટેક મશીનરી દ્વારા ચાલતું હતું મિલાવટનું નેટવર્ક :
તપાસ દરમિયાન પાંડેસરા ખાતેના સ્થળ પરથી પોલીસને આધુનિક મશીનરી મળી આવી છે, જેની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા છે. આ મશીનો દ્વારા આરોપી મહેશકુમાર શર્મા પનીર જેવું દેખાતું 'એનાલોગ પનીર' તૈયાર કરતો હતો. દરોડા દરમિયાન 1401 કિલો તૈયાર પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 3 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ ઉપરાંત 16 ડબ્બા પામોલીન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પનીર બનાવવા માટે થતો હતો.
દૂધ નહીં પણ તેલ અને એસિડનો ઉપયોગ :
આ કૌભાંડની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે પનીર બનાવવામાં દૂધનો નહિવત અથવા બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નહોતો. પનીરને ઘટ્ટ અને સફેદ બનાવવા માટે પામોલીન તેલ અને એસિડિક એસિડ જેવા કેમિકલ્સનો સહારો લેવામાં આવતો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી દરરોજ 400 કિલો જેટલું આવું ઝેરી પનીર બનાવી સુરતની નાની-મોટી ડેરીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરતો હતો.
લેબ રિપોર્ટ બાદ કાર્યવાહી વધુ કડક બનશે :
ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કરેલા પનીરના સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો આ પનીર માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થશે, તો આરોપી વિરુદ્ધ આકરી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. હાલ પોલીસે કુલ 28.44 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો :
સુરતની જનતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. સસ્તા પનીરના મોહમાં લોકોના સ્વાદિષ્ટ ભોજનમાં ઝેર પીરસાઈ રહ્યું છે. આ કૌભાંડ પકડાયા બાદ હવે શહેરની અન્ય ડેરીઓ અને પનીર વેચતા વિક્રેતાઓ પર પણ ફૂડ વિભાગની નજર છે. આગામી દિવસોમાં મિલાવટખોરો સામે ઝુંબેશ વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.